બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:16 PM, 17 May 2025
Jyoti Malhotra Arrest : ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે હરિયાણાથી એક યુટ્યુબરની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ બાદ હવે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. શનિવારે કોર્ટે તેને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપી હતી. આ કિસ્સામાં જ્યોતિ મલ્હોત્રાની અંદરની વાત સામે આવી છે કે, જે તેના પિતા હરીશ કુમાર મલ્હોત્રાએ મીડિયા સાથે શેર કરી છે.
ADVERTISEMENT
જ્યોતિ રાની મલ્હોત્રાના પિતા હરીશ વીજળી વિભાગના નિવૃત્ત કર્મચારી છે. મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે પોતાની પુત્રી વિશે ઘણા ખુલાસા કર્યા. પિતાએ કહ્યું કે, મને ખબર નથી કે તે પાકિસ્તાન સિવાય બીજા કોઈ દેશમાં ગઈ છે કે નહીં. તેમણે કહ્યું કે, તે જ્યોતિની માતાથી છૂટાછેડા લઈ ચૂક્યા અને તેમને જ્યોતિ સાથે કોઈ લેવાદેવા નથી.
Jyoti Malhotra, a YouTuber with 3 lakh followers, arrested in Haryana for spying for Pakistan’s ISI. Selling the nation for money—disgraceful! pic.twitter.com/8cVGqdTB0r
— IndiaWarZone (@IndiaWarZone) May 17, 2025
ADVERTISEMENT
20 હજાર રૂપિયાની નોકરી કરતી હતી જ્યોતિ મલ્હોત્રા
પિતાએ વધુમાં જણાવ્યું કે, લોકડાઉન સુધી જ્યોતિ દિલ્હીમાં 20 હજાર રૂપિયામાં કામ કરતી હતી. લોકડાઉન પછી તેણીએ નોકરી ગુમાવી દીધી અને તેણી પોતાનો બધો સામાન લઈને ગામમાં આવી અને વીડિયો બનાવવાનું શરૂ કર્યું.
नाम : ज्योति मल्होत्रा
— Aditya Yadav (@YadavAditya01) May 17, 2025
काम : रील बनाना
कारनामे: ISI की दलाली ,देश के साथ गद्दारी करना।
मैं हमेशा कहता हूं देश को पाकिस्तान के परमाणु से नहीं ज्योति मल्होत्रा जैसे कीटाणु से खतरा है!#JyotiMalhotra #Haryana | Jyoti Malhotra Arrested Youtuber pic.twitter.com/MZLQqUUS90
પિતાને તેમની પુત્રીની કમાણી ખબર નથી
પિતા હરીશે કહ્યું કે, તેમને ખબર નથી કે, જ્યોતિ યુટ્યુબ પરથી કેટલી કમાણી કરે છે. તેમજ આ અંગે તેની સાથે ક્યારેય કોઈ વાતચીત પણ થઈ નથી. પહેલા જ્યારે જ્યોતિ દિલ્હીમાં કામ કરતી હતી ત્યારે તે ફક્ત 12,000 રૂપિયા ભાડું આપતી હતી. હવે આ ઘર મારું છે. જ્યોતિ પાસે અહીં કંઈ નથી.
Jyoti Malhotra YOUTUBER who's caught by Indian agencies for spying and sharing information to Pakistan.
— Dhruv Aggarwal (@tweetfromdhruv) May 17, 2025
She's a Traitor pic.twitter.com/KkbGzOTOO9
વધુ વાંચો : ફેમસ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ, પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ
જ્યોતિના 5 સાથીઓની પણ ધરપકડ
જણાવવામાં આવી રહ્યું છે કે, હિસાર પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરતા 6 લોકોની ધરપકડ કરી છે. આમાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અને તેના પાંચ મિત્રોનો સમાવેશ થાય છે. જ્યોતિની હિસારના ન્યૂ અગ્રસેન એક્સટેન્શનથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યોતિ ટ્રાવેલ વિથ જો નામની પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT