બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ઇન્સ્ટાગ્રામ-ક્વીનનું ચાલતું હતું પ્રેમ પ્રકરણ, પતિને ખબર પડી ગઈ, પછી થયું હચમચાવી નાખે તેવું
Last Updated: 01:00 PM, 16 April 2025
હજુ તો ઉત્તરપ્રદેશના મેરઠનો સૌરભ રાજપૂત હત્યા કેસ (ડ્રમ કેસ)ની તપાસ ચાલુ છે ત્યાં હરિયાણાથી એક મોટા સમાચાર આવ્યા છે. હરિયાણામાં એક ઇન્સ્ટાગ્રામ પર રિલ બનાવવાની શોખીન મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો. અને ત્યારબાદ બંનેને મળીને તેની લાશને પણ ઠેકાણે પાડી હતી. મળતી માહિતી મુજબ મહિલાના પતિએ મહિલાને તેના પ્રેમી સાથે આપત્તિજનક હાલતમાં જોઈ લીધી હતી.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો?
આ હત્યાકાંડમાં 3 પાત્રો છે. પહેલી રવિના જે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છે અને તેને રીલ્સ બનાવવાનો શોખ છે. સોશિયલ મીડિયા પર તેમના 30 હજારથી વધુ ફોલોઅર્સ છે. તે રેવાડીની છે. બીજું પાત્ર છે સુરેશ જે પ્રેમનગરના હાંસીનો રહેવાસી છે જે યુટ્યુબર હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે તે રવિનાનો બોયફ્રેન્ડ છે. ત્રીજો રવિનાનો પતિ પ્રવીણ જે 35 વર્ષનો છે. તે જૂના બસ સ્ટેન્ડ વિસ્તારના ગુજરોની ધાનીનો રહેવાસી છે.
ADVERTISEMENT
પ્રેમી સાથે જોઈ જતાં પતિનું ગળું દબાવ્યું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રવિન અને સુરેશ ઘણા સમયથી એકબીજાને જાણતા હતા. 25 માર્ચના રોજ પ્રવીણે રવિના અને સુરેશને આપત્તિજનક સ્થિતિમાં પકડી લેતા ત્રણેય વચ્ચે ખૂબ ઝગડો થયો અને રવિના અને સુરેશે મળીને દુપટ્ટા વડે પ્રવીણના ગળે ડૂમો દઈને તેને મારી નાખ્યો.
રીલ્સનો શોખ
સોશિયલ મીડિયા પર ફેમસ રવિનાને રીલ બનાવવાનો ખૂબ શોખ હતો. જો કે તેના પરિવારને તેના આ શોખ સામે વાંધો હતો અને તેના આ શોખના લીધે રવિના અને પ્રવીણ વચ્ચે ઘણીવાર ઝગડા પણ થયા હતા.
રીલ્સના શોખમાં થયો પરિચય
રીલની શોખીન 32 વર્ષીય રવિના માટે સુરેશને મળવા માટે સોશિયલ મીડિયા એક માધ્યમ બન્યું. ઇન્સ્ટાગ્રામ પર કનેક્ટ થયા પછી બંનેએ લગભગ દોઢ વર્ષ સુધી સાથે મળીને કન્ટેન્ટ બનાવ્યું. પ્રવીણે આ વાતનો હંમેશા સખત વિરોધ કર્યો હતો. હાલમાં પોલીસે બંનેની ધરપકડ કરી છે અને પૂછપરછ ચાલુ છે. આ દરમિયાન રવિના અને સુરેશે હત્યા સાથે જોડાયેલા ઘણા રહસ્યો ખોલ્યા છે.
વધુ વાંચો: યુવાનોમાં વધી રહ્યું છે માથા અને ગળાના કેન્સરનું જોખમ, તમાકુ અને ખરાબ જીવનશૈલી સૌથી મોટું કારણ
જેની સાથે ફેરા ફર્યા તેને જ ફેંકી દીધો
એવું કહેવામાં આવી રહ્યું છે કે પતિની હત્યા પછી પણ રવિના પર ખાસ અસર થઈ ન હતી. તે સામાન્ય દેખાતી હતી. એવા અહેવાલો છે કે જ્યારે પરિવારે પ્રવીણ વિશે પૂછ્યું ત્યારે તેણે તેની પાસે કોઈ પણ માહિતી હોવાનો ઇનકાર કર્યો. ત્યારબાદ રવિનાએ બધાના સૂવાની રાહ જોઈ અને રાત્રે 2.30 વાગ્યે તે સુરેશ સાથે તેના પતિના મૃતદેહનો નિકાલ કરવા માટે બહાર ગઈ. પણ તેમની આ હરકત સીસીટીવીમાં કેદ થઈ ગઈ .
સીસીટીવી ફૂટેજ મુજબ પ્રવીણનો મૃતદેહ વચ્ચે રાખવામાં આવ્યો છે. ડ્રાઇવરે હેલ્મેટ પહેર્યું છે અને રવિનાએ પોતાનો ચહેરો ઢાંકેલો છે તે જોવા મળે છે. લગભગ બે કલાક પછી તે એ જ બાઇક પર પાછળ બેઠેલી પાછી આવતી જોવા મળે છે. જ્યારે પ્રવીણની ડેડબોડી ગાયબ હતી. બંનેએ પ્રવીણના મૃતદેહને તેના ઘરથી લગભગ 6 કિમી દૂર ડિનૌડ રોડ પર એક ગટરમાં ફેંકી દીધો. આ પછી પોલીસે 28 માર્ચે સડેલી હાલતમાં લાશ મળી આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.