બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:58 AM, 16 April 2025
Youth Fight Viral Video : સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ અનેક પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે. આ તરફ તાજેતરમાં જ એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે છોકરાઓ કોઈ ઝઘડો કરી રહ્યા છે. આ તરફ બંને વચ્ચે લડાઈ અચાનક ઉગ્ર થઈ જાય છે. જોકે આ બંને યુવક કેમ લડી રહ્યા હતા તે અંગે કોઈ વિગત સામે નથી આવી. પરંતુ સોશિયલ મીડીયામાં આ વીડિયો વાયરલ થતાં હવે લોકો અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
ADVERTISEMENT
કેમ લડી રહ્યા છે બે છોકરાઓ ?
સોશિયલ મીડિયા પર વાયરલ આ વિડીયોમાં જોઈ શકાય છે કે, રસ્તાની વચ્ચે બે છોકરાઓ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. પરંતુ લડાઈ શા માટે થઈ રહી છે તેનું કારણ જાણી શકાયું નથી. જોકે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, સિગારેટનું બિલ કોણ ચૂકવશે તે અંગે બંને વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, લડતી વખતે બંને પોતાનું સંતુલન ગુમાવી રહ્યા છે. આ પછી પણ લડાઈ ચાલુ રહે છે.
ADVERTISEMENT
Kalesh b/w Two bois on the Middle of the Road over who will pay money for Cigarettes:
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 15, 2025
pic.twitter.com/g0tqBMStcB
વધુ વાંચો : વકફ કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં 73 અરજીઓ, 7 રાજ્યોનું સમર્થન, આજે સુનાવણી
બે છોકરાઓ વચ્ચેની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 1 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @gharkekalesh આઈડીથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો પર યુઝર્સ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'જો બંને પૈસા આપી દેત તો સારું થાત.' બીજા એક યુઝરે લખ્યું, 'આસપાસના લોકોને બિલકુલ પરવા નથી.'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.