બ્રેકિંગ ન્યુઝ
Priykant Shrimali
Last Updated: 03:12 PM, 6 July 2025
Reuters X Account Block : ભારતમાં આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સના X (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ બ્લોક થયાના સમાચારો વચ્ચે હવે સરકારની સ્પષ્ટતા સામે આવી છે. વાસ્તવમાં થયા પછી સરકારે સ્પષ્ટતા કરી છે કે, તેમણે આવી કોઈ કાનૂની સૂચના આપી નથી. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સત્તાવાર પ્રવક્તાએ રવિવારે સ્પષ્ટતા માટે એક નિવેદન બહાર પાડ્યું.
ADVERTISEMENT
આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકારે રોઇટર્સના હેન્ડલને બ્લોક કરવાની કોઈ જરૂર નહોતી. અમે આ મુદ્દાને ઉકેલવા માટે X (ટ્વિટર) સાથે સતત કામ કરી રહ્યા છીએ. નોંધનીય છે કે રવિવારે, રોઇટર્સના X હેન્ડલ પર આ સંદેશ દેખાવા લાગ્યો હતો કે, કાનૂની વિનંતીના જવાબમાં આ એકાઉન્ટ ભારતમાં રોકી દેવામાં આવ્યું છે.
"There is no requirement from the Government of India to withhold the Reuters handle. We are continuously working with 'X' to resolve the problem," says the Official Spokesperson, Ministry of Electronics and Information Technology.
— ANI (@ANI) July 6, 2025
ADVERTISEMENT
શું જૂનો આદેશ ભૂલથી લાગુ થઈ ગયો?
PTIએ સરકારી સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે, ઓપરેશન સિંદૂર દરમિયાન 7 મેના રોજ એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ કરવામાં આવ્યો ન હતો. હવે X એ કદાચ ભૂલથી તે જૂનો આદેશ લાગુ કરી દીધો છે. સરકારી સૂત્રો કહે છે કે, તેઓએ તાત્કાલિક X નો સંપર્ક કર્યો છે અને તેમને આ બ્લોક દૂર કરવા કહ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : VIDEO : કાર શાકભાજીની લારી સાથે અથડાઈ તો, ઢોર માર મારીને યુવકનું કાસળ કાઢી નાખ્યું
ADVERTISEMENT
નોંધનીય છે કે, જ્યારે રોઇટર્સ ટેક ન્યૂઝ, રોઇટર્સ ફેક્ટ ચેક, રોઇટર્સ એશિયા અને રોઇટર્સ ચાઇના જેવા હેન્ડલ હજુ પણ ભારતમાં સક્રિય છે ત્યારે મુખ્ય રોઇટર્સ એકાઉન્ટ અને રોઇટર્સ વર્લ્ડ હેન્ડલ ભારતમાં બંધ છે. X ના મતે, આ "રોકાયેલ" સંદેશ એવા કિસ્સાઓમાં બતાવવામાં આવે છે જ્યારે "દેશના કાયદા અથવા કોર્ટના આદેશ" હેઠળ સામગ્રી પર પ્રતિબંધ મૂકવો પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.