બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દિલ્હી AIIMSમાં મહિલા દર્દીઓ માટે નવું ફરમાન, હવે ટેસ્ટ માટે પૂરી કરવી પડશે આ શરતો

નેશનલ / દિલ્હી AIIMSમાં મહિલા દર્દીઓ માટે નવું ફરમાન, હવે ટેસ્ટ માટે પૂરી કરવી પડશે આ શરતો

Last Updated: 02:37 PM, 26 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS) એ મહિલા દર્દીઓ માટે કેટલીક નવી વ્યવસ્થાઓ લાગુ કરી છે, જે તેમની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જાણો શું છે નવાં નિયમો?

(ફોટો ક્રેડિટ: સોશિયલ મીડિયા)

મહિલા દર્દીઓની તપાસ અને સારવાર માટે હવે સાથે બીજી કોઇ મહિલા હોવી જરૂરી છે. દિલ્હીના એઇમ્સ દ્વારા જાહેર કરાયેલા નવા આદેશ પ્રમાણે જો કોઇ મહિલા દર્દી સાથે બીજી કોઇ મહિલા અથવા કુટુંબનો કોઇ વ્યક્તિ હાજર નહીં હોય, તો તેની તપાસ નહીં કરવામાં આવે.

22 એપ્રિલથી હોસ્પિટલ પ્રશાસને બધા ડોકટરો અને વિભાગોમાં આ આદેશ લાગુ કરી દીધો છે. સાથે સાથે, પ્રશાસને આ નિયમનું કડકપણે પાલન કરવા પણ કહ્યું છે. જો કોઇ વ્યક્તિ આ નિયમને ગંભીરતાથી નહીં લે, તો પ્રશાસન કડક કાર્યવાહી કરી શકે છે.

મોટાભાગના હોસ્પિટલોમાં નિયમ લાગુ પણ પાલન નહીં

એમસીઆઈ અને હાલની એનએમસી (રાષ્ટ્રીય તબીબી આયોગ) મુજબ, મહિલા દર્દીઓની તપાસ અને સારવાર માટે આ માર્ગદર્શિકા પહેલેથી જ હાજર છે. પરંતુ મોટા ભાગના હોસ્પિટલોમાં આ માર્ગદર્શિકાનું પાલન થતું નથી. થોડા સમય પહેલાં ગુરુગ્રામના મેદાંતા હોસ્પિટલમાં ICUમાં દાખલ એક મહિલા દર્દી સાથે યૌન શોષણની ઘટના સામે આવી હતી. આ ઘટનાપછી હોસ્પિટલોમાં મહિલા દર્દીઓની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઉઠ્યાં છે.

મીડિયા ડિવિઝને ફરિયાદથી ઇનકાર કર્યો

એઇમ્સના મીડીયા વિભાગે આવી કોઇ ફરિયાદનો ઇનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે આ એક નિયમિત આદેશ છે. આ વ્યવસ્થાની યાદ અપાવવા માટે બધાં કર્મચારીઓને પુનઃ યાદ કરાવવામાં આવ્યું છે.

આ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે મહિલા દર્દીઓની કોઇપણ પ્રકારની ક્લિનિકલ તપાસ, બ્લડ સેમ્પલ, અલ્ટ્રાસાઉન્ડ, એક્સ-રે તપાસ, ઇસીજી, ડેન્ટલ તપાસ અથવા અન્ય કોઇ તપાસ તથા તબીબી પ્રક્રિયા દરમિયાન પરિવારની કોઇ મહિલા સભ્ય અથવા મહિલા કર્મચારીનું હાજર હોવું ફરજિયાત છે.

વધુ વાંચો: ભારતમાં શહેરી બેરોજગારી ઘટીને 6.6% થઈ, ગરીબી હટાવવામાં રચી દીધો ઈતિહાસ: વિશ્વ બેંકનો અહેવાલ

મહિલા સભ્ય ફરજિયાત

હોસ્પિટલ પ્રશાસને જાહેર કરેલા આદેશમાં કહ્યું છે કે મહિલા દર્દીઓની તપાસ, બ્લડ સેમ્પલની તપાસ, અલ્ટ્રાસાઉન્ડ, એક્સ-રે તપાસ, ડેન્ટલ તપાસ અથવા અન્ય કોઇ તપાસ તથા તબીબી પ્રક્રિયા દરમ્યાન પરિવારના કોઇ મહિલા સભ્યનું હાજર હોવું ફરજિયાત છે. આ પાછળનો હેતુ એ છે કે મહિલા દર્દીની તપાસ અને સારવાર સરળ રીતે થઈ શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi AIIMS female patient
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ