બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ત્રણ યુવતીઓની જરૂરિયાત વધી, તો કરી નાખ્યું એવું કામ કે, પોલીસ પણ રહી ગઈ દંગ

ક્રાઈમ / ત્રણ યુવતીઓની જરૂરિયાત વધી, તો કરી નાખ્યું એવું કામ કે, પોલીસ પણ રહી ગઈ દંગ

Last Updated: 11:48 AM, 18 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હીના ઇન્દ્રપ્રસ્થની નજીકથી આગ્રાની 3 યુવતીઓની ધરપકડ કરી છે. ત્રણેય યુવતીઓના કારનામાં સાંભળીને દિલ્હી પોલીસ પોતે પણ અચંબામાં છે.

માણસ એટલે એવું સજીવ કે જેની જરૂરિયાતો ક્યારેય પૂરી થતી જ નથી. એની પાસે જેટલું હોય એનાથી વધારે એને જોઈતું હોય છે. અને ઘણીવાર પોતાની જરૂરિયાત પૂરી કરવા તે શોર્ટ કટ અપનાવે છે. પણ કહેવાય છે ને કે અનૈતિક્તાથી કરેલું કામ ક્યારેકને ક્યારેક સામે આવે જ છે. આગ્રાની 3 મહિલાઓ તેમની જરૂરિયાત એટલી વધતી ચાલી કે તેમણે તેમની જરૂરિયાત પૂરી કરવા દિલ્હી ભણી નજર કરી. આ 3 મહિલાઓ રોજ આગ્રાથી દિલ્હી આવતી અને ઇન્દ્રપ્રસ્થ વિસ્તારની આસપાસ તેમના કામને પૂરું કરીને સાંજ સુધીમાં તેમનું ખિસ્સું ગરમ કરીને આગ્રા માટે રવાના થઈ જતી.

દિલ્હીના ઇન્દ્રપ્રસ્થ વિસ્તારમાંથી કરી ધરપકડ

થોડા જ દિવસોમાં ત્રણેય છોકરીઓ વિસ્તારમાં એટલી બદનામ થઈ ગઈ કે તેમના કારનામાંના સમાચાર પોલીસ સુધી પહોંચી ગયા. પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશને આ ત્રણ મહિલાઓનો પીછો કરવાનું શરૂ કર્યું. પરંતુ આ ત્રણેય મહિલાઓ એટલી ચાલાક હતી કે તમામ પ્રયાસો છતાં તેઓ પોલીસથી છટકી જવામાં સફળ રહી. આખરે ત્રણેયને પકડવાની જવાબદારી ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી.

લાંબી કોશિશ બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ખબર પડી કે ત્રણેય મહિલાઓ રિંગ રોડ પરના ઈન્દ્રપ્રસ્થ પાર્કથી સરાઈ કાલે ખાન તરફ જઈ રહી હતી. માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ અને ત્રણેય મહિલાઓની ધરપકડ કરી. તપાસ દરમિયાન ત્રણેય મહિલાઓ પાસેથી લગભગ 15-20 ગ્રામ વજનની બે સોનાની ચેન મળી આવી હતી. આ પછી પોલીસ ટીમે ત્રણેયની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન લાવ્યા.

વધુ વાંચો:

આર્થિક તંગીએ ચોરી કરવા કર્યા મજબૂર

પૂછપરછ દરમિયાન ત્રણેયની ઓળખ રેણુ મહોર કુલી, આરાધના અને મનીષા તરીકે થઈ હતી. રેણુ આગ્રાના ઇદગાહ વિસ્તારમાં એક ઝૂંપડપટ્ટીમાં રહે છે. તેનો પતિ મજૂરી કામ કરે છે. તેમની આવક એટલી ઓછી હતી કે ઘર ચલાવવું કરવું મુશ્કેલ બની ગયું હતું. ત્રણ બાળકોની માતા રેણુ અભણ હતી અને આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે તેણે આ રસ્તો પસંદ કર્યો.

વધુ વાંચો: આજે શા માટે ઉજવવામાં આવે છે વર્લ્ડ હેરિટેજ દિવસ, જાણો ઈતિહાસ અને આ વર્ષની થીમ

30 વર્ષની આરાધના પણ આ જ વિસ્તારની છે. તેનો પતિ એક ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરે છે. અને તેને પણ ગુજરાન કરવું પણ મુશ્કેલ થઈ ગયું. અભણ હોવાને કારણે આરાધનાને કોઈ કામ મળ્યું નહીં અને તે આવકના સ્ત્રોત તરીકે ચોરી તરફ વળી. તે પાંચ વર્ષથી આ ધંધામાં છે પરંતુ પોલીસના સકંજામાં આવી શકી નહોતી. આ ઉપરાંત ત્રીજી આરોપી મનીષા પણ રેણુ અને આરાધના જેવી જ છે. તેનો પતિ બેરોજગાર છે. બાળકોની જવાબદારી અને ખાલી ખિસ્સાએ મનીષાને ચોર બનવા મજબૂર કરી. તે ચાર વર્ષથી ચોરી કરતી હતી અને તેનું નામ પોલીસ રેકોર્ડમાં ક્યાંય નહોતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi police Agra Women Delhi Crime News
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ