કમાલ / દેશમાં પહેલીવાર શરૂ થશે આ ખાસ દૂધની ડેરી, ભાવ અને ફાયદા આશ્ચર્યજનક

national dairy of donkey milk will start for the first time in the country the price of rs 7000 a liter these are the...

અત્યાર સુધી તમે ગાય, ભેંસ, બકરી, ઉંટનું દૂધ સાંભળ્યું હશે અને ક્યાંક ગયા હશો તો આ વિવિધ દૂધનો ટેસ્ટ પણ કર્યો હશે. પરંતુ હવે દેશમાં પહેલી વાર ગધેડીના દૂધની ડેરી ખૂલવા જઈ રહી છે. આ સાથે સૌથી સારી વાત તો એ છે કે ગધેડીના દૂધને ઈમ્યુન સિસ્ટમ સારી રાખવા માટે મહત્વનું માનવામાં આવે છે. દેશમાં પહેલી વાર અનુસંધાન કેન્દ્ર હિસારમાં હલારી નસ્લ (જાત)ની ગધેડીના દૂધની ડેરી શરૂ થવા જઈ રહી છે. આ માટે એનઆરસીઈએ 10 હલારી જાતની ગધેડીઓને પહેલેથી મંગાવી રાખી છે. અત્યારના સમયમાં બ્રીડિંગ કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ ગધેડીના દૂધનો ભાવ પ્રતિ લિટર 7000 રૂપિયા રહેશે. તો જાણો કઈ રીતે આ મોંઘું દૂધ ફાયદારૂપ રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ