બ્રેકિંગ ન્યુઝ
Nidhi Panchal
Last Updated: 01:14 PM, 6 July 2025
આજના સમયમાં કોઈ પણ વ્યક્તિની માનસિક પરિસ્થિતિ કેવી હોઈ શકે, એ કહવું ખૂબ જ મુશ્કેલ છે. ઘણી વખત માણસ બહારથી એટલો સારો દેખાય છે કે આપણે તેની અંદર છુપાયેલી ભયાનક માનસિકતા ઓળખી શકતા નથી. એવું જ કંઈક બન્યું ઉત્તર પ્રદેશની ખુશ્બુ સાથે – તેણીએ પ્રેમ કર્યો, પરંતુ અંતે તેના પ્રેમીએ જ તેના પ્રેમનો ઘાત કર્યો.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના દેવરિયાની રહેવાસી ખુશ્બુ અને ગોરખપુરના શંકર વચ્ચે પ્રેમ થયો હતો. બંનેએ પરિવારની સહેમતી વગર લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી, શંકરે ખુશ્બુને હનીમૂન પર લઈ જવાની વાત કહી અને બંને ઝારખંડ ગયા. ત્યાં પર્યટન સ્થળો અને ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ બંનેએ આનંદ માણ્યો. પણ ખુશ્બુને ખબર નહોતી કે આ મુસાફરીની પાછળ શંકરના મનમાં કાવતરૂ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
હનીમૂનની યાત્રા પૂરી કર્યા બાદ જ્યારે બંને વાપસીમાં બનારસ-બરકાકાના પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે રાત્રિના સમયે શંકરે ખુશ્બુ સાથે મીઠી વાતો કરતાં ટ્રેનના દરવાજા પાસે લઈ ગયો. ખુશ્બુ કંઈ શંકા કર્યા વગર તેની સાથે ગઈ. પણ ત્યાર બાદ શંકરે અચાનક ધક્કા મારવાનું શરૂ કર્યા. ભયભીત ખુશ્બુએ શંકરના પગ પકડીને તેના આગળ વિનંતી કરી, પણ શંકરે માન્યું નહીં અને તેને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધી.
ADVERTISEMENT
ખુશ્બુ ગટરમાં પડી ગઈ હતી, લોહીથી લથપથ હાલતમાં હતી. તેના પાંસળીઓ ફ્રેક્ચર થઈ ગઈ હતી અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેના ચીસોથી નજીકના કિરીગઢા ગામના કેટલાક લોકો ત્યાં આવ્યા અને તરત RPFને જાણ કરી. કર્મચારી આકાશ પાસવાને 108 એમ્બ્યુલન્સ બોલાવી અને તેને પત્રાટુના આરોગ્ય કેન્દ્રમાં ખસેડી. ત્યાર બાદ વધુ સારવાર માટે રામગઢ સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં હાલમાં તે ICUમાં છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : VIDEO : ઘરમાંથી નીકળ્યો સાપ તો શખ્સે વગાડ્યું ભોજપુરી ગીત, પછી તો થયું આશ્ચર્યજનક
જ્યારે ખુશ્બુ થોડી સ્વસ્થ થઈ ત્યારે તેણે પોલીસને સમગ્ર ઘટના વિશે માહિતી આપી. તેણે જણાવ્યુ કે શંકર સાથે તેના એક વર્ષ પહેલા લગ્ન થયા હતા અને હવે તેને પોતાના નિર્ણય પર પસ્તાવો થઈ રહ્યો છે. પુલિસે તેના નિવેદનના આધારે ગુનો નોંધ્યો છે અને શંકર માટે શોધખોળ શરૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ શંકરની ઝડપથી ધરપકડ કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.