બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ગુજરાતી સિનેમા / સિનેમા લવર્સ પહોંચી જ જજો! આજે થિયેટરોમાં માત્ર 99 રૂપિયામાં તમામ ફિલ્મોની ટિકિટ, જાણો કેમ
Last Updated: 08:13 AM, 29 November 2024
નેશનલ સિનેમા ડે ખાસ કરીને કોરોના પછી શરૂ કરવામાં આવ્યો હતો. તેનો મુખ્ય ઉદેશ્ય પેનડેમિક પછી લોકોને સિનેમા તરફ પાછળ વાળવાનો હતો અને આ ઉદેશ્યથી જ માત્ર 99 રૂપિયામાં આજના દિવસે તમે તમારી મનપસંદ ફિલ્મો માણી શકશો. તો જો તમે આજના દિવસે 99 રૂપિયમ ઍફિલ્મ જોવા માંગતા હોવ તો પહોંચી જજો તમારા નજીકના સિનેમાઘરમાં.
ADVERTISEMENT
ધ સાબરમતી રિપોર્ટ
ADVERTISEMENT
વિક્રાંત મેસી અને રાશિ ખન્નાની 'ધ સાબરમતી રિપોર્ટ' એ ગુજરાતમાં બનેલી સત્ય ઘટના આધારિત ફિલ્મ છે. આ ફિલ્મને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વખાણી હતી અને તેને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં પણ તેને ટેક્સ ફ્રી કરાઇ છે તો આજે આ ફિલ્મ તમે ખાલી 99 રૂપિયામાં જોઈ શકશો.
આઈ વોન્ટ ટુ ટોક
જાણીતા ડિરેક્ટર શુજિત સરકાર અને અભિષેક બચ્ચનની ફિલ્મ I want ot talk એક પારિવારિક ફિલ્મ છે. આ ફિલ્મ કેન્સર સામે લડી રહેલા પિતા અને તેની દીકરીની વાર્તા છે. આ ફિલ્મને ખૂબ બખૂબી બનાવાઇ છે અને તેની ચારે બાજુ પ્રસંશા થઈ રહી છે ત્યારે આ ફિલ્મ પણ પરિવાર સાથે મળીને જોવા જેવી છે.
વધુ વાંચો: જોયાં મલ્હાર-પૂજાના વેડિંગ-રિસેપ્શનના વીડિયો! જુઓ Inside Videos એક ક્લિકમાં
ગુજરાતી ફિલ્મો પણ 99માં
તો હિન્દીની સાથે સાથે તમે ગુજરાતી ફિલ્મો પણ આજે 99 રૂ માં જોઈ શકશો. આરોહી અને ભવ્ય ગાંધીની ફિલ્મ' અજબ રાતની ગજબ વાત' કે પછી 'સાસણ' આ બંને ફિલ્મો ફ્રેશ વાર્તા સાથે લોકોને પસંદ આવી રહી છે તો ખાસ આજના દિવસે આ ફિલ્મો જોવાનું ચૂકશો નહિ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT