બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ઇતિહાસનું સૌથી મોટું નક્સલ વિરોધી ઓપરેશન, 20,000 સુરક્ષાકર્મીએ 1,000થી વધુ નક્સલીઓને ઘેર્યા, 5ને કર્યા ઠાર

છત્તીસગઢ / ઇતિહાસનું સૌથી મોટું નક્સલ વિરોધી ઓપરેશન, 20,000 સુરક્ષાકર્મીએ 1,000થી વધુ નક્સલીઓને ઘેર્યા, 5ને કર્યા ઠાર

Last Updated: 12:51 PM, 24 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chhattisgarh Anti-Naxal Operation : સુરક્ષા દળોના આ સંયુક્ત ઓપરેશનમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 5 નક્સલીઓ માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ છે અને એન્કાઉન્ટર હજુ પણ ચાલુ

Chhattisgarh Anti-Naxal Operation : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની દહેશત વચ્ચે છત્તીસગઢથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં દેશના ઇતિહાસમાં સૌથી મોટા નક્સલ વિરોધી ઓપરેશનમાં છત્તીસગઢ, તેલંગાણા અને મહારાષ્ટ્ર એમ ત્રણ રાજ્યોના 20,000 થી વધુ સુરક્ષા કર્મચારીઓએ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં એક મોટું ઓપરેશન હાથ ધર્યું. આ ઘેરામાં 1,000થી વધુ ખતરનાક નક્સલીઓ ફસાયેલા હોવાના અહેવાલ છે. સુરક્ષા દળોના આ સંયુક્ત ઓપરેશનમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 5 નક્સલીઓ માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ છે અને એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે.

આ વિશાળ કાર્યવાહી નક્સલવાદીઓનો ગઢ ગણાતા બીજાપુરના ગાઢ જંગલોમાં કરવામાં આવી રહી છે. સુરક્ષા દળોએ નક્સલવાદીઓને ચારે બાજુથી ઘેરી લીધા છે. આ તરફ સુરક્ષા કર્મીઓએ આ નક્સલીઓના ભાગવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધા હોવાના અહેવાલ છે. આ કામગીરીમાં વિવિધ સુરક્ષા એજન્સીઓના કર્મચારીઓ સામેલ છે જેઓ અત્યાધુનિક શસ્ત્રો અને ટેકનોલોજીથી સજ્જ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં નક્સલીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળી હતી જેના પછી આ મોટા પાયે ઘેરાબંધીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનનો ઉદ્દેશ્ય વિસ્તારમાંથી નક્સલવાદીઓનો નાશ કરવાનો અને સામાન્ય નાગરિકો માટે શાંતિ સ્થાપિત કરવાનો છે.

વધુ વાંચો : પહેલગામ હુમલા વચ્ચે ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ

પાંચ નક્સલીઓના મોતના સમાચાર સુરક્ષા દળો માટે મોટી સફળતા છે પરંતુ ઓપરેશન હજુ પણ ચાલુ છે અને એવું માનવામાં આવે છે કે, તેમને નક્સલીઓ તરફથી જોરદાર પ્રતિકારનો સામનો કરવો પડી શકે છે. સુરક્ષા દળો ખૂબ જ સાવધાની અને રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે જેથી કોઈ સૈનિકને નુકસાન ન થાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chhattisgarh Bijapur anti-naxal operation
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ