બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / national cbse board exam 2021 12th board exams will not be canceled new dates may be announced till june 1

તૈયારી / CBSE : ધોરણ 12ની પરીક્ષાઓને લઈને મોટા સમાચાર, જલ્દી જ મોટી જાહેરાતની તૈયારીમાં સરકાર

Bhushita

Last Updated: 08:37 AM, 24 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CBSE Board Exam 2021ની ધોરણ 12ની પરીક્ષાઓ રદ્દ થશે નહીં પણ 1 જૂનના રોજ નવી તારીખોને જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત સરકારે કરી છે.

  • CBSE Board Exam 2021ને લઈને મોટા સમાચાર
  • 1 જૂનના રોજ નવી તારીખો જાહેર કરી શકે છે સરકાર
  • ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓને રદ્દ કરવામાં આવશે નહીં
     

બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરાશે નહીં. દિલ્હી સિવાય તમામ રાજ્યોએ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા લેવાનું સૂચન કર્યું છે. રવિવારે મળેલી બેઠકમાં કેન્દ્ર સરકારે કહ્યું કે તે પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓ અને બાળકોની મુશ્કેલીઓને જલ્દી ખતમ કરશે. 1 જૂન કે તેની પહેલા જ નવી તારીખોની જાહેરાત કરી દેવામાં આવશે. 
 

જુલાઈમાં થઈ શકે છે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન
પીએમ મોદીના આદેશ પર રવિવારે મળેવી બેઠકમાં કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની અને સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર સહિત તમામ રાજ્યોના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને શિક્ષા મંત્રી સહિત રાજ્યોના શિક્ષા સચિવ અને સીબીએસઈ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને કેન્દ્રીય શિક્ષા મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. 
  

આ મુદ્દાઓ પર કરવામાં આવી હતી ચર્ચા
લગભગ 3 કલાક સુધી ચાલેલી આ બેઠકમા પરીક્ષાના વિકલ્પોને લઈને અનેક મત જોવા મળ્યા, ધોરણ 12ની બોર્ડની પરીક્ષાને લઈને રાજ્યોની સાથે કરાયેલી બેઠકમાં લાંબી ચર્ચા થઈ જેમાં પરીક્ષાનો સમય  ત્રણ કલાકને બદલે દોઢ કલાકકનો કરવાની વાત કરાઈ છે. આ સિવાય કેટલાક મુખ્ય વિષયોની પરીક્ષા લેવાનું સૂચન પણ કરાયું છે. વિદ્યાર્થીઓને પૂછીને પરીક્ષા લેનારા વિષયોની પસંદગી કરવામાં આવે અને અન્ય વિષયોમાં તેમના સ્કોરના આધારે માર્ક આપવામાં આવે. આ સમયે સીબીએસઈએ રાજ્યોની સામે પણ પરીક્ષાના 2 વિકલ્પ રાખ્યા છે. 

કેન્દ્રીય શિક્ષામંત્રી 25મેના રોજ ફરી કરશે બેઠક
શિક્ષામંત્રીએ કહ્યું કે દરેક રાજ્યો સાથે આ માટે 25 મેના રોજ ફરી બેઠક કરાશે. માનવામાં આવી રહ્યું છે રાજ્યોના સૂચન આવ્યા બાદ એક રિપોર્ટ પીએમ સામે રખાશે. તેના આધારે સુવિધાઓને પણ જોવામાં આવશે અને પછી દરેક રાજ્યોને વિકલ્પ પસંદ કરવાની છૂટ અપાશે. આ સાથે જ નિર્ણય આવશે તે વિદ્યાર્થીઓ, પેરન્ટ્સ અને શિક્ષકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાશે પરંતુ એક વાત તો નક્કી છે કે પરીક્ષા તો થશે જ.  

સંકળાયેલા મુદ્દાઓ

1 june 12th board exams CBSE Dates Education News july તારીખ તૈયારી ધોરણ 12 પરીક્ષા સરકાર cbse board exam 2021 12th board
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ