બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO: દુલ્હને ગાયું ગીત, આપ્યું એવું પર્ફોર્મન્સ કે લોકો જોતા જ રહી ગયા, વરરાજા પણ થયા ઇમ્પ્રેસ
Last Updated: 11:31 AM, 15 March 2025
લગ્નનો દિવસ દરેક માટે ખાસ હોય છે. આ ખાસ દિવસે, દરેક વ્યક્તિ બેસ્ટ દેખાવા માંગે છે અને આ દિવસની યાદોને હંમેશા માટે સાચવીને રાખવા માંગે છે. એક દુલ્હને પણ આવું જ કંઈક કર્યું છે. આજકાલ ઘણી દુલ્હનો પોતાના લગ્નમાં ડાન્સ પર્ફોર્મન્સ આપે છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ત્યારે હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં દુલ્હને કંઈક જુદું કરીને પોતાના લગ્નનો દિવસ યાગ્દાર બનાવી દીધો છે. દુલ્હને ગીત ગાઈને પોતાના લગ્નના સમારોહને એકદમ લાઇવ કરી દીધો હતો. દુલ્હને પોતાની ગાયકી પ્રતિભાથી માત્ર વરરાજાને જ નહીં પરંતુ તેના સાસરિયાઓને પણ ઇમ્પ્રેસ કરી દીધા. હવે જે કોઈ આ વાયરલ વીડિયો જોઈ રહ્યું છે તે પણ આ દુલ્હનના ભરીભરીને વખાણ કરી રહ્યા છે.
ADVERTISEMENT
જુઓ Video
ADVERTISEMENT
દુલ્હને ગયું લતા મંગેશકરનું ગીત
આ વીડિયો નૈના યાદવ નામના યુઝરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં, વરરાજા અને દુલ્હન લગ્નના સ્ટેજ પર બેઠેલા જોવા મળે છે. હાથમાં માઈક લઈને દુલ્હન ગાવાનું શરૂ કરે છે કે તરત જ ત્યાં હાજર બધા તાળીઓ પાડવા મજબૂર થઈ જાય છે. દુલ્હન સલમાન ખાન અને ભાગ્યશ્રીની આઇકોનિક ફિલ્મ મૈંને પ્યાર કિયાનું "દિલ દીવાના" ગીત ગાય છે. તેનું ગીત સાંભળીને, વરરાજા પણ સ્મિત કરતો દેખાય છે.
આ પણ વાંચો: VIDEO : અલીગઢમાં ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો, હચમચાવી નાખે તેવા CCTV
વીડિયોમાં થયો વાયરલ
સિંગર દુલ્હનનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને હજારો લાઈક્સ મળ્યા છે અને ઘણા લોકોએ તેના પર કોમેન્ટ કરી છે. એક યુઝરે કોમેન્ટ કરી, અત્યાર સુધી નાચતી જોઈ છે પણ આ પહેલી વાર છે જ્યારે મેં કોઈ દુલ્હનને ગાતી જોઈ છે. બીજાએ લખ્યું, તે ખરેખર એક અદ્ભુત ગાયિકા છે. જ્યારે બીજાએ લખ્યું, મેં ઘણું સાંભળ્યું છે પણ તમારા જેવો અવાજ નથી સાંભળ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.