બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મુંબઈ / અજીત પવારમાં દિલ્હી ભણી, એકનાથ મુંબઈમાં, ફડણવીસ એકદમ શાંત, શું છે મહારાષ્ટ્રનો ખેલ?

રાજનીતિ / અજીત પવારમાં દિલ્હી ભણી, એકનાથ મુંબઈમાં, ફડણવીસ એકદમ શાંત, શું છે મહારાષ્ટ્રનો ખેલ?

Last Updated: 09:55 PM, 2 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં બુધવારે બે કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં ભાજપ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યાને 10 દિવસ થઈ ગયા છે પરંતુ હજુ સરકાર ગઠનને લઈ અસમંજસ ચાલી રહ્યું છે. બુધવારે બે કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં ભાજપ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે. જે પછી મહાયુતિના ત્રણેય પક્ષો રાજ્યપાલ પાસે જશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. નવી સરકાર 5 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે શપથ લેશે.

ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરાઈ નથી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જ જાહેર થયા હતા. પરંતુ સૌથી વધુ 132 બેઠકો જીતનાર ભારતીય જનતા પાર્ટી હજુ સુધી ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરી શકી નથી. જેના કારણે સરકાર રચવાની પ્રક્રિયા આગળ વધી રહી નથી. સરકારના આ વલણને લઈ વિપક્ષ પણ આક્રમક મોડમાં છે.

ઉદ્ધવે રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ

NCPના પ્રમુખ શરદ પવાર જનાદેશનું અપમાન ગણાવ્યું છે, જ્યારે આજે શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી છ ભાજપ નેતૃત્વએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને કેન્દ્રીય નિરીક્ષક તરીકે મુંબઈ મોકલવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: રૂપાણી મુખ્યમંત્રી નક્કી કરવા જશે, ગુજરાતના વાતાવરણમાં પલટાના એંધાણ, જુઓ 8 મોટા સમાચાર

PROMOTIONAL 11

દેવેન્દ્ર ફડણવીસનું નામ નક્કી!

પ્રદેશ ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, 4 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગ્યે કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં વિધાન ભવનના સેન્ટ્રલ હોલમાં ભાજપ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે, જેઓ 5 ડિસેમ્બરે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. હજુ સુધી મુખ્યમંત્રીના નામની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે આ પદ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ નક્કી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Chief Minister Maharashtra News Maharashtra Politics
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ