બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / જેને પોતાની મા માનતી હતી, તેણે જ દીકરીને બનાવી શિકાર! આખરે ચોંકાવનારુ રહસ્ય ખુલ્યું

ક્રાઈમ / જેને પોતાની મા માનતી હતી, તેણે જ દીકરીને બનાવી શિકાર! આખરે ચોંકાવનારુ રહસ્ય ખુલ્યું

Last Updated: 11:36 AM, 24 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોપાલના છોલા વિસ્તારમાં એક યુવતી સાથે તેના જ ઘરમાં બનેલી બળાત્કારની ઘટના સમગ્ર શહેરને હિલાવી નાખે તેવી છે. આરોપી પીડિતાની માતાનો નજીકનો મિત્ર અને કથિત પ્રેમી હોવાનું બહાર આવ્યું છે.

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેને સાંભળીને કોઇનું પણ મન કંપી ઉઠી શકે છે. ઘટના છે ભોપાલના છોલા પોલીસ સ્ટેશન વિસ્તારની, જ્યાં એક નિર્દોષ યુવતી પર તેના જ ઘરમાં દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. આ કેસને વધુ ભયાનક બનાવે છે એ વાત કે આરોપી બીજું કોઈ નહીં પણ પીડિતાની પોતાની માતાનો નજીકનો મિત્ર અને કથિત પ્રેમી છે. આરોપીનું નામ છે શિવમ સિંહ. શિવમ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને પીડિતાની માતાનો નજીકનો મિત્ર હોવાનું જાણવા મળ્યું છે. એ ઘણીવાર તેમના ઘરમાં આવતો અને ખાસ કરીને માતાની ગેરહાજરીમાં યુવતી પર ગંદી નજર નાખતો હતો.

rape-simple

ઘટના 13 એપ્રિલની રાત્રે બની હતી, જ્યારે યુવતી ઘરમાં એકલી હતી. શિવમ ઘરમાં ઘૂસ્યો અને ભયાનક ઇરાદા સાથે યુવતી ઉપર તૂટી પડ્યો હતો. તેણે પહેલા તેને ધમકાવી હતી, ત્યારબાદ દુષ્કર્મે ગુજાર્યો અને પછી તેને કડક ધમકી આપી કે જો તેણે કોઇને આ વાતની જાણ કરી છે તો તેને જાનથી મારી નાંખશે.

rape-simple

ડર અને ધમકીઓના કારણે યુવતી કેટલાક દિવસો સુધી મૌન રહી અને અંદરથી તૂટી પડી પણ કંઈ કહી શકી નહીં. આરોપી વારંવાર તેની નજીક આવતો, તેને ઉપર દબાણ કરતો હતો અને બીકનો માહોલ ઉભો કરતો. આખરે, યુવતીએ હિંમત ભેગી કરી અને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ, જ્યાં તેણે આખો મામલો ખુલ્લો મૂક્યો અને FIR નોંધાવી.

શિવમની ધરપકડ કરી તેને કડક સજા અપાવવામાં આવશે

જ્યારે છોલા પોલીસને આ બાબતની જાણ થઈ, ત્યારે તાત્કાલિક કાર્યવાહી શરૂ થઈ. ઇન્ચાર્જના જણાવ્યા અનુસાર પીડિતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી શિવમ સિંહ હાલમાં ફરાર છે. પોલીસ તેની શોધખોળમાં લાગી ગઈ છે અને ઘણા સંભવિત સ્થળોએ દરોડા પાડી રહી છે. પોલીસ દાવો કરે છે કે ટૂંક સમયમાં શિવમની ધરપકડ કરી તેને કડક સજા અપાવવામાં આવશે.

આ પણ વાંચો : નાના ભાઈની સુંદર પત્ની પર જેઠનું આવ્યું દિલ, વીડિયો બનાવીને કરી દીધી મોટી ડિમાન્ડ

આ ઘટના માત્ર એક યુવતી માટે નહીં, પણ સમગ્ર સમાજ માટે ચેતવણીરૂપ છે. ક્યારેક સૌથી નજીકના લોકો જ સૌથી ખતરનાક બની શકે છે. આ કેસ એ સ્પષ્ટ દાખલો છે કે સંબંધોમાં આંધરો વિશ્વાસ કરવો નહીં. પીડિતાની હિંમત પ્રશંસનીય છે અને હવે સમગ્ર શહેર તેની સાથે છે. ન્યાય મળવો જરૂરી છે અને ત્યારે જ આવા નરાધમો માટે કડક સંદેશ જશે કે સમાજમાં એના માટે કોઈ સ્થાન નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shivam Singh Bhopal rpe case Madhya Pradesh crime
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ