બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અમિત શાહ સહિત ઘણા નેતાઓ પર હુમલો કરવાનું કાવતરું! ચેટમાંથી થયો મોટો ખુલાસો

નેશનલ / અમિત શાહ સહિત ઘણા નેતાઓ પર હુમલો કરવાનું કાવતરું! ચેટમાંથી થયો મોટો ખુલાસો

Last Updated: 10:44 AM, 22 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Punjab : "વારિસ પંજાબ દે ટીમ" નામના વોટ્સએપ ગ્રુપની લીક થયેલી ચેટથી થયો મોટો ઘટસ્ફોટ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસના સાંસદ રવનીત સિંહ બિટ્ટુ સહિતના નેતાઓ પર હુમલો કરવાનું કાવતરું

Punjab : પંજાબથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ પંજાબ પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ , કોંગ્રેસના સાંસદ રવનીત સિંહ બિટ્ટુ અને શિરોમણી શિરોમણી નેતા બિક્રમ સિંહ મજીઠિયા પર હુમલો કરવાના કાવતરાના આરોપમાં મોગાથી બે લોકોની ધરપકડ કરી છે. આ કાવતરું "વારિસ પંજાબ દે ટીમ" નામના વોટ્સએપ ગ્રુપની લીક થયેલી ચેટ દ્વારા ખુલ્યું છે. આ વોટ્સએપ ગ્રુપ કથિત રીતે અમૃતપાલ સિંહના સમર્થકો દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું જે હાલમાં NSA હેઠળ આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ છે.

અમિત શાહ સહિતના નેતાઓ પર હુમલો કરવાની યોજના ?

સોશિયલ મીડિયા પર લીક થયેલી ચેટમાં અમિત શાહ, બિટ્ટુ, મજીઠિયા અને તલવારા જેવા નેતાઓ પર હુમલો કરવાની યોજનાઓનો ઉલ્લેખ હતો. જૂથમાં વિદેશી ભંડોળ, શસ્ત્રોની ખરીદી અને ભડકાઉ સામગ્રીના પ્રચાર જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

હવે જાણો પોલીસે શું કરી કાર્યવાહી ?

પોલીસે આ કેસમાં મુખ્ય કાવતરાખોરો તરીકે લખદીપ સિંહ સરદારગઢ (ભટિંડા), બલકાર સિંહ (ખન્ના) અને પવનદીપ સિંહ (મોગા) ની ઓળખ કરી છે. આ દરમિયાન બલકાર સિંહ અને પવનદીપ સિંહની ધરપકડ કરવામાં આવી છે. મોગાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં IPC, UAPA અને IT એક્ટની અનેક કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે.

વધુ વાંચો : VIDEO : પરિણીત મહિલાએ પ્રેમીને એવી જગ્યાએ છુપાવ્યો કે, તમે પણ જોઈને ચોંકી જશો

બિક્રમ મજીઠિયાએ અમૃતપાલની કથિત ઓડિયો ક્લિપ્સ જાહેર કરી છે જેમાં તે ગુંડાઓ સાથેના તેના સંબંધો, લૂંટાયેલા માલ અને રાજકીય મિલીભગત વિશે વાત કરી રહ્યો છે. મજીઠિયાએ NIA તપાસની માંગ કરી છે અને મુખ્યમંત્રી ભગવંત માન પર મૌન ધારણ કરવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની સુરક્ષા એજન્સીઓએ લીક થયેલી ચેટને ગંભીરતાથી લીધી છે અને તમામ લક્ષિત નેતાઓની સુરક્ષા વધારી દીધી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amritpal Singh Punjab Amit Shah
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ