બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:17 PM, 17 May 2025
Amit Shah On Pakistan : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વાર ગુજરાત આવેલ અમિત શાહે પાકિસ્તાનને લઈ મોટું નિવેદન આપ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા ત્યારથી આજ સુધી દેશમાં ત્રણ મોટા હુમલા થયા છે - ઉરી, પુલવામા અને પહેલગામ. જ્યારે તેઓએ દરેક હુમલાનો જવાબ આપ્યો ત્યારે દુનિયા આશ્ચર્યથી જોતી રહી અને પાકિસ્તાન ભયથી જોતું રહ્યું. આતંકવાદ સામે PM મોદીની 'ઝીરો ટોલરન્સ' નીતિની પ્રશંસા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કહ્યું કે, પહેલીવાર સેનાએ પાકિસ્તાનની અંદર 100 કિમી અંદર જઈને આતંકવાદીઓને જવાબ આપ્યો છે.
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે પાકિસ્તાન વિરુદ્ધ ભારતની લશ્કરી કાર્યવાહી અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આતંકવાદનો યોગ્ય જવાબ આપ્યો છે અને આઝાદી પછી આ પહેલી વાર છે જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર પ્રવેશ કર્યો છે અને આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, જ્યારથી વડાપ્રધાન મોદીએ સત્તા સંભાળી છે, ત્યારથી આતંકવાદી હુમલાઓનો એવો જવાબ આપવામાં આવ્યો છે કે આખી દુનિયા ચોંકી ગઈ છે અને પાકિસ્તાન ગભરાઈ ગયું છે. આ વખતે ઓપરેશન સિંદૂર હેઠળ , જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના મુખ્યાલયોનો નાશ કરવામાં આવ્યો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 17, 2025
ADVERTISEMENT
100 કિલોમીટરની અંદર દુશ્મનનો નાશ થયો: અમિત શાહ
અમિત શાહે કહ્યું કે, ભારતીય સેનાએ કુલ 9 એવા ઠેકાણાઓનો નાશ કર્યો છે જ્યાં આતંકવાદીઓને તાલીમ આપવામાં આવી રહી હતી અને જે તેમના છુપાયેલા સ્થળો હતા. શાહે કહ્યું, આપણી સેનાએ આતંકવાદીઓને એવી રીતે જવાબ આપ્યો કે તેમના કેમ્પ 100 કિલોમીટર અંદર નાશ પામ્યા.
આ સાથે શાહે પાકિસ્તાનના પરમાણુ ધમકીઓનો પણ યોગ્ય જવાબ આપ્યો. તેમણે કહ્યું, જે લોકો આપણને પરમાણુ બોમ્બની ધમકી આપતા હતા તેઓ વિચારતા હતા કે ભારત ડરી જશે. પરંતુ આપણી સેના, નૌકાદળ અને વાયુસેનાએ તેમને એવો જવાબ આપ્યો છે કે, હવે આખી દુનિયા આપણી ધીરજ અને PM મોદીની નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT