બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લગ્ન છતા મહિલા બોયફ્રેંડને રોજ શેરડીના ખેતરમાં બોલાવતી, એક દિવસ બંન્ને ખેતરમાં હતા ત્યારે...
Last Updated: 10:28 PM, 18 April 2025
યુપીના ગોંડા જિલ્લામાં બે દિવસ પહેલા શેરડીના ખેતરમાંથી મળી આવેલી એક યુવતીની લાશ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. હત્યાના કેસમાં પોલીસ તપાસ દરમિયાન અનેક ચોંકાવનારો ખુલાસા થયા છે. તપાસમાં જાણવા મળ્યું કે, યુવતીની હત્યા તેના જ પ્રેમીએ કરી હતી. પોલીસે ધરપકડ કરેલા આરોપીએ જે કારણ આપ્યું છે તે ચોંકાવનારું છે. આ ઘટનાથી લોકોમાં ભારે ચકચાર મચી ગઇ છે.
ADVERTISEMENT
ગર્લફ્રેંડ સાથે સંબંધોથી કંટાળી ગયો હતો
આરોપીએ કબૂલ્યું કે, તે તેની ગર્લફ્રેન્ડ સાથેના સંબંધોથી કંટાળી ચુક્યો હતો. તેના હાલમાં જ લગ્ન થયા હતા, ત્યારબાદ તેણે તે છોકરી સાથે બ્રેકઅપ કરી લીધું હતું. તેમ છતાં, છોકરી તેને વારંવાર ફોન કરીને પરેશાન કરી હતી. આ ઉપરાંત તેની સાથે બળજબરીથી સંબંધ બાંધવા દબાણ કરતી હતી. હતાશ થઈને, આરોપીએ સંબંધના બદલે તેને જ ખતમ કરવાનું ષડયંત્ર બનાવ્યું હતું અને ગુનો કર્યો હતો.
ADVERTISEMENT
વારંવાર શેરડીના ખેતરમાં મળવા બોલાવતી
આરોપીએ ખુલાસો કર્યો કે, બે દિવસ પહેલા છોકરીએ તેને શેરડીના ખેતરમાં બોલાવ્યો હતો. પરિસ્થિતિનો લાભ લઈને આરોપીઓએ તેનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. ગોંડા પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ આપેલી માહિતીના આધારે પોલીસે હત્યામાં વપરાયેલ છરી જપ્ત કરવામાં આવી છે. પોલીસને 10 માર્ચે સવારે ઘટના અંગે માહિતી મળી હતી.
પોલીસે સમગ્ર મામલેત પાસ આદરી
માહિતી મળ્યા બાદ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. તપાસ દરમિયાન, 'ફિલ્ડ યુનિટ' અને 'ડોગ સ્ક્વોડ' ની મદદથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા અને માત્ર 48 કલાકમાં જ આરોપી વિનોદ કુમાર યાદવની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.