બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : રેલવે સ્ટેશન પર મહિલા સામે જોઈ જોઈને કર્યું હસ્તમૈથૂન, વાયરલ વીડિયોથી મચ્યો હડકંપ
Last Updated: 05:31 PM, 16 March 2025
એક હવસખોરે માઝા મૂકી દીધી અને તેણે જાહેરમાં હસ્તમૈથુન કરીને હવસ બુઝાવી હતી. ઇન્ટરનેટ પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જેમાં પશ્ચિમ બંગાળના બેગમપુર રેલ્વે સ્ટેશન પર એક પુરુષ હસ્તમૈથુન કરતો જોવા મળી રહ્યો છે. આ ઘૃણાસ્પદ કૃત્ય કરનાર વ્યક્તિનો વીડિયો રવિવારે ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો અને ત્યારથી આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે વ્યક્તિ પ્લેટફોર્મ પર ઉભેલી મહિલાઓને જોતી વખતે હસ્તમૈથુન કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો શનિવાર ના રોજ પશ્ચિમ બંગાળના હુગલીના બેગમપુર રેલ્વે સ્ટેશનનો હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
West Bengal, Hooghly, Singur, Begumpur station 15.03.2025 morning. Is this Tahrush? Happens when peacefools R nearby 40%. Ur adult enough to understand what he's doing, seeing whom. Identity of both can be understood. Arrest this nonsense @RailMinIndia @RPF_INDIA @WBPolice pic.twitter.com/B7laJ1CipK
— Rajarshi Lahiri (Raj) (@rajarshilahiri) March 15, 2025
જોનારે વીડિયો રેકોર્ડ કરીને કર્યો વાયરલ
ADVERTISEMENT
આ વીડિયોમાં જોવા મળે છે કે એક પુરુષ દિવસે પ્લેટફોર્મ પર લીલા રંગના થોબે (સાઉદી અરેબિયામાં લોકો પહેરે છે) ઉભો છે અને હસ્તમૈથુન કરી રહ્યો છે જ્યારે મહિલાઓ પ્લેટફોર્મની બીજી બાજુ ઉભી રહેલી જોવા મળે છે. આ વીડિયો એક દર્શકે રેકોર્ડ કર્યો હતો, જેણે પછી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
એક્શન લેવાની રેલવેએ આપી ખાતરી
આ ઘટનાએ રેલ્વે સ્ટેશન પર સુરક્ષાના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ ભારતીય રેલ્વેએ કાર્યવાહીનું વચન આપ્યું હતું અને યુઝર્સે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ઇસ્ટર્ન રેલ્વે કોલકાતાએ વિડીયોનો જવાબ આપતા કહ્યું, "તમારી ફરિયાદ મળી છે અને જરૂરી કાર્યવાહી માટે સંબંધિત અધિકારીઓને મોકલી આપવામાં આવી છે. ફરિયાદ નંબર ER-228 @rpferhwh. કૃપા કરીને આ બાબતની તપાસ કરો અને ATR સબમિટ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.