Tuesday, May 21, 2019

ચૂંટણી / મહેબૂબા મુફ્તીનું નિવેદન, 'મને દેશદ્રોહી કહેશો તો ગર્વ થશે, કારણ કે...'

મહેબૂબા મુફ્તીનું નિવેદન, 'મને દેશદ્રોહી કહેશો તો ગર્વ થશે, કારણ કે...'

ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વ પ્રજ્ઞા ઠાકુર દ્વારા નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બદા જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું કે આવી દેશભક્તિ અમારા લાયક નથી.

રાજકીય પક્ષ મક્કલ નિધિ મય્યમના પ્રમુખ કમલ હાસન દ્વારા નાથૂરામ ગોડસેને આઝાદ ભારતના પ્રથમ આતંકવાદી ગણાવ્યા બાદ થયેલ વિવાદ સતત વિકર્યો છે. ગુરૂવારે ભોપાલના ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર દ્વારા નથુરામ ગોડસેને દેશભક્ત કહેવા પર નિશાન સાધતા જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મુફ્તીએ એક ટ્વીટ કર્યું છે. પોતાના ટ્વીટમાં મહેબૂબા મુફ્તીએ ભાજપ પર પ્રહાર કરતા લખ્યું કે આવી દેશભક્તિ અમાર લાયક નથી.

સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા મહેબૂબાએ પોતાના ટ્વીટમાં લખ્યું, જો એક હિન્દુ કટ્ટરવાદી જેમણે મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હોય તેમને દેશભક્ત ગણાવવામાં આવી રહ્યા છે તો મને ગર્વ છે કે મને દેશદ્રોહી કહેવામાં આવે છે. એવો રાષ્ટ્રવાદ અને દેશભક્તિ અમારાથી ન થાય, આ તમને મુબારક. 

જણાવી દઇએ કે મહેબૂબાનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે કમલ હાસન દ્વારા નાથૂરામ ગોડસેને આતંકવાદી ગણાવ્યા બાદ આ નિવેદન પર સતત રાજનીતિ થઇ રહી છે.

Nathuram Godse mehbooba mufti jammu kashmir
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ