Monday, April 22, 2019

અથડામણ / જમ્મુ કાશ્મીરના હંદવાડામાં 72 કલાકથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે, CRPFના વધુ એક જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના હંદવાડામાં 72 કલાકથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે, CRPFના વધુ એક જવાન શહીદ

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સિક્યોરિટી ફોર્સ અને આતંકીઓ વચ્ચે ત્રીજા દિવસે પણ એન્કાઉન્ટર યથાવત છે, રવિવારે સવારે ફાયરિંગ તો રોકાય ગયું છે પણ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓના ફાયરિંગના કારણે CRPFના 1 જવાન ઘાયલ થયાં હતા જે બાદમાં જવાન શહીદ થયાં છે. સિક્યોરિટી ફોર્સે હાલ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળના પાંચ જવાન શહીદ થઈ ગયા છે જ્યારે બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યાં છે.

શુક્રવારે મોડી રાત્રે સુરક્ષાદળોએ હંદવાડા વિસ્તારના એક ગામમાં આતંકીઓ છુપાયાં હોવાની માહિતી મળી હતી. જે બાદ સિક્યોરિટી ફોર્સે વિસ્તારની ઘેરાબંધી કરી હતી. બંને તરફથી શનિવાર સવાર સુધી ફાયરિંગ ચાલ્યું. સુરક્ષાદળોએ જ્યાં આતંકીઓ છુપાયાં હતા તે ઘરમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું ત્યારે એક આતંકીએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સેનાની 22 આરઆર, 92 બટાલિયન સીઆરપીએફ અને એલઓજીની ટૂકડીઓએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.

ગુરૂવારથી અથડામણ ચાલી રહી છે: અચાનક થયેલાં હુમલામાં CRPFના એક ઈન્સ્પેક્ટર સહિત બે સુરક્ષાકર્મી અને જમ્મુ કાશ્મીર પોલીસના બે જવાન શહીદ થઈ ગયા હતા. જે બાદ સિક્યોરિટી ફોર્સ અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ. ઘટનાસ્થળે પેરા કમાન્ડોને પણ મોકલવામાં આવ્યાં છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ કેટાલંક આતંકીઓ રહેણાંક વિસ્તારોમાં પણ છુપાયેલાં છે. સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહીથી આતંકીઓને આશરો આપનારા બે ઘર ક્ષતિગ્રસ્ત થઈ ગયાં છે, હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.

 

CRPF

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ