બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:45 PM, 11 October 2024
નાશિકના આર્ટિલરી સેન્ટરમાં મોટો અકસ્માત થયો છે. અહીં ટ્રેનિંગ સેશન દરમિયાન વિસ્ફોટને કારણે બે અગ્નિવીરોના મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અન્ય એક અગ્નિવીર પણ ઘાયલ છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
Two Indian Army Agniveers lost their lives in an accident when an artillery shell burst during a firing exercise. The Agniveers had come from Hyderabad for training at Artillery School in Deolali, Nashik in Maharashtra. The Army has ordered a court of inquiry into the incident to… pic.twitter.com/9Z7Regugqg
— ANI (@ANI) October 11, 2024
મળતી માહિતી અનુસાર નાસિક આર્ટિલરી સેન્ટરમાં નિયમિત તાલીમ સત્ર દરમિયાન સૈનિકો લાઈવ ફાયર પ્રેક્ટિસમાં વ્યસ્ત હતા ત્યારે આ દુર્ઘટના થઈ હતી. ધિકારીઓએ જણાવ્યું કે તોપ લોડ કરતી વખતે અચાનક શેલ ફાટી ગયો, જેના કારણે બંને અગ્નિવીરો ઘાયલ થયા હતા જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા.
ADVERTISEMENT
નાસિકના દેવલાલી કેમ્પ સ્થિત આર્ટિલરી સેન્ટરમાં તાલીમ દરમિયાન બે અગ્નિવીરોના કરૂણ મોત થયા છે. દેવલાલી કેમ્પ સ્થિત આર્ટિલરી ફાયરિંગ રેન્જમાં 'IFG ઈન્ડિયન ફિલ્ડ ગન'થી ફાયરિંગ ચાલી રહ્યું હતું. અહેવાલો અનુસાર, જ્યારે શેલ વિસ્ફોટ થયો, ત્યારે તેના ટુકડા પીડિતોના શરીરમાં પ્રવેશ્યા અને બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ સારવાર દરમિયાન એમનું મોત નિપજ્યું હતું.
આ ઘટનામાં એક અગ્નિવીર ગંભીર રીતે ઘાયલ થયો હતો, તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અંગે હાલ દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશનની ટીમ તપાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બેંગલુરુ / વિંગ કમાન્ડર પરના હુમલામાં નવો વળાંક, લડાઈનો વીડિયો સામે આવ્યો, પોલીસે કહ્યું-બંને તરફથી...
Priykant Shrimali
નેશનલ / વડાપ્રધાન મોદી આજે સાઉદી અરેબિયાના પ્રવાસે જશે, આ મુદ્દાઓ પર થઈ શકે ચર્ચા
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.