Naseeruddin Shah On RRR & Pushpa: નસરૂદ્દીન શાહે હાલમાં જ કબીર સિંહ, આરઆરઆર અને પુષ્પા જેવી ફિલ્મોને લઈને કમેન્ટ કર્યું છે. તેમણે મણિરત્નમની ફિલ્મોને વધારે સારી ગણાવી છે.
નસરૂદ્દીન શાહનું સાઉથની ફિલ્મો પર નિવેદન
મણિરત્નમની ફિલ્મોને ગણાવી વધારે સારી
પહેલા કાશ્મીર ફાઈલ્સ અને ગદર-2 પર આપ્યું હતું નિવેદન
નસરૂદ્દીન શાહે થોડા દિવસો પહેલા જ ધ કાશ્મીર ફાઈલ્સ અને ગદર-2 જેવી ફિલ્મોને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું હવે નસરૂદ્દીન શાહે સાઉથમાં બ્લોકબસ્ટર સાબિત થયેલી બે ફિલ્મો આરઆરઆર અને પુષ્પાને લઈને કમેન્ટ કર્યું છે. નસરૂદ્દીન શાહે જણાવ્યા અનુસાર તે આવી ફિલ્મો જોઈ જ શકે.
નસરૂદ્દીન શાહે પોતાની વાત કહેતા જણાવ્યું કે આ કારણે તેમને ઘણી વખત પોતાના સાથીઓની નારાજગીનો સામનો કરવો પડે છે. નસરૂદ્દીન શાહે જ્યારે ગદર-2 અને કાશ્મીર ફાઈલ્સ પર નિવેદન આપ્યું તો તેના મેકર્સને ખરાબ લાગી ગયું હતું. અનિલ શર્મા, વિવેક અગ્નિહોત્રી, પલ્લવી જોશી સહિત ઘણા લોકોએ તેમની વાતો પર અસહમતિ વ્યક્ત કરી હતી.
એસએસ રાજામૌલી નહીં, મહિરત્નમ
નસરૂદ્દીન શાહે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં સાઉથ સિનેમાને લઈને નિવેદન આપ્યું. તેમણે કહ્યું, "રામપ્રસાદની તેરહવી અને ગુલમોહર જેવી ફિલ્મો પોતાની જાતે જ પોતાની જગ્યા બનાવી લેશે. મને યુવા પેઢી પર વિશ્વાસ છે કે તે વિકસિત છે અને તેમને ખૂબ જ્ઞાન છે. મને સમજ નથી આવી રહ્યું કે થ્રિલ અને હદ પૌરૂષ વાળી ફિલ્મો જોઈને દર્શકોને શું મળે છે."
તેમણે આગળ કહ્યું "મેં આરઆરઆર, પુષ્પા જોવાનો પ્રયત્ન કર્યો મારાથી જોવાઈ જ નહીં. હું આવી ફિલ્મો જાયા બાદ થ્રિલ સિવાય બીજુ કંઈ ઈમેજીન જ નથી કરી શકતો. તમારા દિલની અંદર જે ઈચ્છાઓ છુપાયેલી છે તેને ફીડ કરીને એક ખુશીનો અનુભવ થાય છે અને તે ઘણા દિવસ સુધી રહે છે. હું આવી આરઆરઆર અને પુષ્પા જેવી ફિલ્મો ક્યારેય ન જોવું."