વોશિંગ્ટનઃ મંગળ ગ્રહનાં રહસ્ય ખૂલવાની દિશામાં નાસા રોજરોજ નવી નવી શોધ કરી રહ્યું છે. નાસા હવે આ લાલ ગ્રહનાં અભ્યાસ માટે તેનાં વાયુમંડળમાં હેલિકોપ્ટર ઉડાડવામાં જઈ રહ્યું છે. અંતરિક્ષ એજન્સીએ કહ્યું કે, 'મંગળ હેલિકોપ્ટરનું સફળતાપૂર્વક પરીક્ષણ પણ કરી દીધું છે. આ હેલિકોપ્ટરને ઓછાં ઘનત્વવાળા વાતાવરણમાં અને ઓછાં ગુરૂત્વાકર્ષણવાળા ક્ષેત્રમાં ઉડાણ ભરવા તૈયાર કરાયું છે. તેને જુલાઈ ૨૦૨૦માં મંગળ ગ્રહ માટે રવાના કરાશે.
ફેબ્રુઆરી ૨૦૨૧માં તે તેની સપાટી પર પહોંચશે. વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે આ હેલિકોપ્ટરનો ભાર ૧.૮ કિલોથી વધુ નથી. આ પ્રોજેક્ટનું ખૂબ જ બારકાઈથી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કે જેથી તે મંગળના વાતાવરણમાં કોઈ પણ બાધા વગર કામ કરી શકે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટરે મંગળમાં બહુ ઓછાં તાપમાનમાં ઉડાણ ભરવી પડશે.
આ તાપમાન માઈનસ ૯૦ ડિગ્રી સેલ્સિયસ પણ હોઈ શકે છે. નક્કી કરેલાં કાર્યક્રમ અનુસાર હેલિકોપ્ટર ફેબ્રુઆરી ૨૦૨૧માં મંગળ પર પહોંચશે. થોડા મહિનાઓ બાદ તે વ્યવસ્થિત રીતે ઉડાન ભરવા લાગશે. દુનિયાની સપાટીથી કોઈ પણ હેલિકોપ્ટરની આ પહેલી ઉડાન હશે.
આ હેલિકોપ્ટરને નાસાની જેટ પ્રોફેશન લેબોરેટરીએ તૈયાર કર્યું છે. પ્રોજેક્ટ મેનેજર મીમીયાંગે જણાવ્યું હતું કે પૃથ્વી પર મંગળ જેવું વાતાવરણ બનાવીને હેલિકોપ્ટરનું પરીક્ષણ કરવું ખૂબ જ મુશ્કેલ કામ હતું. આ અંગે જણાવ્યું કે મંગળ ગ્રહનાં વાયુ મંડળનું ઘનત્વ પૃથ્વીનાં વાયુમંડળનાં ઘનત્વનાં એક ટકા છે. આ અંગે સફળ પરીક્ષણ બાદ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે અમે મંગળ પર હેલિકોપ્ટર ઉડાડવા જઈ રહ્યાં છીએ.