બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / એક ભૂલ અને સ્પેસક્રાફ્ટ ભસ્મ! કંઇ સરળ નથી સુનિતા વિલિયમ્સનું અંતરિક્ષથી પૃથ્વી સુધીનું લેન્ડિંગ
Last Updated: 03:25 PM, 18 March 2025
નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને લઈને અવકાશયાન પૃથ્વી પર રવાના થઈ ગયું છે પરંતુ તે દરમ્યાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જ્યારે અવકાશયાન પૃથ્વી પર પરત ફરે છે, ત્યારે તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે, અને આ પ્રક્રિયા સૌથી મુશ્કેલ માનવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જ્યારે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે, ત્યારે તેની ગતિ ઘણી વધારે હોય છે અને તે ધીમું થવા લાગે છે. સામાન્ય રીતે અવકાશયાનની ગતિ 28,000 કિમી/કલાક જેટલી હોય છે. એટલે જો અવકાશયાનનો ખૂણો બદલાય છે, તો અવકાશયાન અને વાતાવરણ વચ્ચે ઘર્ષણ શરૂ થાય છે. આથી, અવકાશયાનમાં ઘણો ગરમાવો ઉત્પન્ન થાય છે.
ઘર્ષણના કારણે અવકાશયાનનો તાપમાન 1500°C (ડિગ્રી સેલ્સિયસ) સુધી પહોંચી શકે છે. જો આ ઘટનાઓ પર નિયંત્રણ ન થાય, તો અવકાશયાનનાં મટિરિયલ્સ પિગળીને બર્ન થઈ શકે છે, અને આ અવકાશયાત્રીઓ માટે એક મોટો ખતરો બની શકે છે.
આ પણ વાંચો : આને કહેવાય નળનો અસલી જુગાડ! પાણીનું એક ટીપું પણ નીચે નહીં પડે, જુઓ વાયરલ Video
ડ્રેગન કેપ્સ્યુલ (SpaceX Dragon capsule)માં કેટલીક ખાસ સુવિધાઓ છે, જે અવકાશયાત્રીઓને સલામત રાખવામાં મદદ કરે છે. આ સિસ્ટમ એ ખાતરી કરે છે કે અવકાશયાનને યાત્રા દરમ્યાન કોઈ ખતરો રહેતો હોય, તો તરત અલગ થઈ શકે. થર્મલ પ્રોટેક્શન સિસ્ટમ જે અવકાશયાનને ગરમીથી રક્ષિત કરે છે, ખાસ કરીને પુનઃપ્રવેશ દરમિયાન. સ્વાયત્ત (Autonomous) કાર્યપ્રણાલી જે ડ્રેગન પોતાના દમ પર કામ કરી શકે છે. તેમાં કેમેરા, GPS, અને રડાર જેવી સુવિધાઓ છે, જે અવકાશયાનને પૃથ્વી પર સુરક્ષિત રીતે પુનઃપ્રવેશ કરવામાં મદદ કરે છે. સૂટ-સીટ સિસ્ટમ જે આગ અને ગરમી સામે રક્ષણ માટે છે. તે અવકાશયાત્રીઓની સુરક્ષા માટે અસરકારક છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Sperm Race / આ દેશમાં યોજાવા જઇ રહી છે વિશ્વની પ્રથમ 'સ્પર્મ રેસ', ક્રિકેટની જેમ હજારો દર્શકો જોડાશે, જાણો ક્યારે
Priykant Shrimali
વિશ્વ / અમેરિકી સુપ્રીમ કોર્ટમાંથી ટ્રમ્પને લાગ્યો મોટો ઝટકો, આ નિર્ણય પર લગાવી રોક, જાણો
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.