બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:30 PM, 24 July 2024
Sulfur on Mars : મંગળ પર જીવનની શોધ ચાલુ છે પરંતુ આ દરમિયાન NASAના રોવરને એક ખજાનો મળ્યો છે. આ એક એવો ઘટક છે જે પૃથ્વી પરના માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. આ સાથે મંગળ પર વસાહતો સ્થાપવામાં પણ તેનો ઘણો ઉપયોગ થાય છે. NASAના રોવરે આ શોધ અજાણતા કરી છે. વાસ્તવમાં NASAનું ક્યુરિયોસિટી માર્સ રોવર આકસ્મિક રીતે એક ખડકમાં ધસી આવ્યું અને તેમાં તિરાડ સર્જાઈ જેમાં શુદ્ધ સલ્ફર હોવાનું જણાયું છે.
ADVERTISEMENT
ક્યુરિયોસિટી રોવરના વૈજ્ઞાનિક અશ્વિન વાસવડાએ Space.comને જણાવ્યું હતું કે, મે મહિનામાં રોવર ગેડેસ વેલિસની શોધખોળ કરતી વખતે એક નાના ખડક પર ચઢી ગયું હતું. આ સમય દરમિયાન રોવરના દબાણને કારણે ખડકમાં તિરાડ પડી અને વૈજ્ઞાનિકોએ જોયું કે, ખડકની અંદર દુર્લભ પીળા સ્ફટિકો હાજર છે. આ શુદ્ધ સલ્ફરથી બનેલા હતા આ પહેલા આ શુદ્ધ સલ્ફર મંગળ પર જોવા મળ્યું ન હતું.
ADVERTISEMENT
ખડકોની અંદર સલ્ફર શોધીને વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત
અશ્વિન વાસવડાએ Space.comને કહ્યું કે, મંગળ પર શુદ્ધ સલ્ફરથી બનેલા પત્થરોનું ક્ષેત્ર શોધવું એ રણમાં લીલોતરી શોધવા જેવું છે. મંગળ પર આવા પત્થરો ન મળવા જોઈએ, તેથી આ સમજવું જરૂરી બન્યું છે. NASAના વૈજ્ઞાનિકો માને છે કે આસપાસના ખડકોમાં પણ સલ્ફર હોઈ શકે છે તેથી આ સ્થળ વૈજ્ઞાનિકો માટે ખૂબ જ રસપ્રદ વિસ્તાર બની ગયું છે. વાસવડાએ જણાવ્યું કે, વિચિત્ર અને અણધારી વસ્તુઓ શોધવી એ જ ગ્રહોની શોધખોળને ખૂબ રોમાંચક બનાવે છે. NASAનું રોવર છેલ્લા ઘણા મહિનાઓથી ગેડેસ વેલિસ ચેનલનો અભ્યાસ કરી રહ્યું છે. આ શોધ મંગળ પર માનવ વસાહત સ્થાપિત કરવાના ભાવિ પ્રયાસોમાં મદદ કરશે.
વધુ વાંચો : ટાઈટેનિક ડૂબવાના સ્થળથી પણ નીચે મળી ભારે રહસ્યની ચીજ, દરિયાદેવ આ શું કરી રહ્યા છે?
સલ્ફર માનવ જીવન માટે મહત્વપૂર્ણ
મહત્વની વાત એ છે કે, સલ્ફર પૃથ્વી પરના માનવ જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે. આ ઘટક મનુષ્યના સમગ્ર જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. આવી સ્થિતિમાં મંગળ પર આટલા લાંબા સમય સુધી સલ્ફરની ગેરહાજરી ખૂબ જ ચિંતાનો વિષય હતો પરંતુ સલ્ફરની શોધ સાથે આ સમસ્યા દૂર થઈ ગઈ છે. મંગળ પર સલ્ફરની શોધને ખજાના તરીકે જોવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.