અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા યુરોપીય અંતરિક્ષ એજન્સી (ઇએસઇ) સાથે મળી આવતા મહિને એક નવું સ્પેસ ક્રાફ્ટ લોન્ચ કરશે. તેના માધ્યમથી સૂર્યના ઉત્તર અને દક્ષિણ ધ્રુવની પહેલી વાર તસવીર લઇ શકાશે.
નાસાએ એક નિવેદનમાં કહ્યું કે ૭ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ અમેરિકાના કેમ્પ કેનાવેરલથી સોલર ઓર્બિટર સ્પેસ ક્રાફ્ટ લોન્ચ કરાશે તેની સંપૂર્ણ તૈયારી કરી લેવાઇ છે. સ્પેસ ક્રાફ્ટ શુક્ર અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણના માધ્યમથી સૂર્ય પથની ઉપર-નીચે ઝૂલતું રહેશે. સૂર્ય પથ અંતરિક્ષની એ પટ્ટી છે, જે સૂર્યના ઇક્વેટર સાથે સંબંધિત છે. આ પટ્ટી પર તમામ ગ્રહની કક્ષા છે.
સોલર ઓર્બિટર (Source : esa.int)
અમેરિકામાં નેવલ રિસર્ચ લેબના અંતરિક્ષ વિજ્ઞાની રશેલ હાવર્ડે કહ્યું કે નવા સ્પેસ ક્રાફ્ટના માધ્યમથી અમે સૂર્યને ઉપર-નીચે જોવા સક્ષમ બનીશું. સૂર્ય ઓર્બિટર સ્પેસ ક્રાફ્ટ માં ૧૦ ઉપકરણ લગાવાયાં છે, જે તમામ જાણકારી એકત્ર કરશે. સૂરજ અમારી ચારે બાજુના અંતરિક્ષને બનાવવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. તેનું વિશાળ ચૂંબકીય ક્ષેત્ર પ્લૂટોથી આગળ ફેલાયેલું છે. તેના માધ્યમથી સૂર્ય યાત્રા કરે છે, જેને સૌર હવા પણ કહે છે.
કેવી રીતે છુટું પડશે સોલર ઓર્બિટર? (Source : esa.int)
આ સ્પેસ ક્રાફ્ટ કેવી રીતે ઉપયોગી થશે?
જ્યારે પ્રચંડ સૌર હવા પૃથ્વી સાથે ટકરાય છે તો તે આપણા હવામાન અને સંચાર ઉપગ્રહ માં બાધા ઊભી કરે છે. તે અંતરિક્ષયાત્રીઓને પણ ખતરામાં મૂકી શકે છે. આ સૌર તોફાનની તૈયારી માટે વિજ્ઞાનીઓ સૂર્યના ચૂંબકીય ક્ષેત્રની દેખરેખ કરે છે.