બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 12:00 PM, 17 May 2019
ઇઝરાયલનું આ અંતરિક્ષયાન અમેરિકાના ફલોરિડા રાજ્યમાં આવેલ કેપ કેનેવરલ એર ફોર્સ સ્ટેશન પરથી પ્રક્ષેપણ કરાયું હતું. આ સ્પેસઆઇએલ અને ઇઝરાયલ અંતરિક્ષ એજન્સીની સંયુક્ત ભાગીદારીથી શરૂ કરવામાં આવેલો પ્રોજેક્ટ હતો, જેના પર 100 મિલીયન ડોલરનો ખર્ચ થયો હતો.
ADVERTISEMENT
નાસાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે 22 એપ્રિલના રોજ નાસાએ લૂનર રેકોન્સેન્સ ઓર્બિટર (એલઆરઓ)ના લેન્ડિંગ સાઇટ પર ઇઝરાયલના અંતરિક્ષ યાન બેરેશીટના ક્રેશ થવાની તસવીર લીધી. એલઆરઓએ જમીનની 90 કીમી સર્ફેશથી આ ફોટો લીધો. નાસાએ આ ફોટાને પોતાના ટવિટર પર શેર પણ કર્યો છે.
ઇઝરાયમાં મિશન અસફળ રહેવા પર કમાન્ડ સેન્ટર તણાવમાં હતું. અંતરિક્ષયાનથી સંપર્ક થઇ રહ્યો નહોતો. ત્યારબાદ ઇઝરાયલી એયરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝના અંતરિક્ષ વિભાગના પ્રમુખે જાહેરાત કરી હતી કે અંતરિક્ષ યાનમાં ખરાબી આવી ગઇ છે. તેમણે જણાવ્યું કે દુર્ભાગ્યરૂપ આપે ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક ઉતારવામાં સફળ થઇ શક્યાં નથી.
પ્રમુખના જણાવ્યાં અનુસાર અમે એન્જીનને સ્ટાર્ટ કરવા માટે અંતરિક્ષ યાનને રીસેટ કરી રહ્યાં છે. જો કે કેટલીક સેકન્ડ બાદ એન્જીનની શરૂઆત થઇ જતાં સેન્ટરમાં હાજર લોકોમાં ખુશીની લહેર દોડી ગઇ, પરંતુ થોડા સમય બાદ અંતરિક્ષ યાનનો સંપર્ક તૂટી ગયો. તેની સાથે જ આ મિશન પૂર્ણ થઇ ગયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.