ચેતવણી / અંતરિક્ષમાંથી ધરતી તરફ આવી રહી છે આ મુસીબત, આજે થશે સામનો

Nasa huge potentially dangerous asteroid will move past earth today

એક તરફ વિશ્વ આખુ જ્યાં કોરોનાની મહામારી સામે લડાઇ લડી રહ્યું છે. ત્યારે બીજી તરફ અંતરિક્ષમાંથી ન ગમતા મહેમાન ધરતી તરફ આવી રહ્યાં છે. જે આજે ધરતીની ઘણી નજીકથી પસાર થશે. દુનિયાના વૈજ્ઞાનિકો આ ત્રણ મુસીબતો પર નજર રાખી રહ્યાં છે. જેથી આ ત્રણેયની દિશામાં જો થોડો પણ ફેરફાર થાય તો ચેતાવણી આપી શકાય. આમ તો મહેમાન એસ્ટ્રોઇડ અથવા ઉલ્કાપિંડના નામથી ઓળખાય છે. પરંતુ હવે આ ધરતી તરફ આગળ વધે તો ખતરનાક સાબિત થઇ શકે છે. ટક્કર થવા પર મોટી તબાહી પણ થઇ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ