નાસાનું અવકાશયાન OSIRIS-REx પૃથ્વી પર પાછું આવ્યું
643 કરોડ KM દૂરથી બેન્નૂ ઉલ્કાપિંડની માટી લાવ્યું
પૃથ્વી પરનો ખતરો ટાળવા વેળાસર ઉલ્કાપિંડનો સ્ટડી
643 કરોડની યાત્રા કરીને રવિવારે સાંજે નાસાનું OSIRIS-REx અવકાશયાન અમેરિકાના ઉટાહના રણમાં ઉતર્યું હતું. નાસાએ 2016ની સાલમાં અવકાશમાં ઉલ્કાપિંડ બેન્નૂનો સ્ટડી કરવા તથા તેની માટી લેવા માટે આ અવકાશયાન મોકલ્યું હતું જે સાત વર્ષની યાત્રા બાદ પૃથ્વી પર સહિ સલામત નીચે ઉતરી ગયું હતું.
OSIRIS-REx અવકાશયાન રાઈફલમાંથી છોડવામાં આવેલી ગોળી કરતા 15 ગણી વધુ ઝડપી ગતિએ પૃથ્વીના વાતાવરણમાં ઘુસ્યું હતું. નાસાએ આ ઘટનાનું જીવંત પ્રસારણ પણ કર્યું હતું.
We've spotted the #OSIRISREx capsule on the ground, the parachute has separated, and the helicopters are arriving at the site. We're ready to recover that sample! pic.twitter.com/ZmPyb8fyrR
અવકાશમાંથી શું લઈને પાછું આવ્યું
OSIRIS-REx અવકાશયાન તેની સાથે એસ્ટેરોઈડ બેન્નૂની માટી લઈને આવ્યું છે જેનો હવે નાસાના વૈજ્ઞાનિકો દ્વારા સ્ટડી કરાશે.
મિશનમાં શું હતું?
નાસાએ આ મિશન 2016માં લોન્ચ કર્યું હતું. તેને 524 મીટર પહોળા એસ્ટરોઇડ બેન્નૂ પર મોકલાયું હતું જે 2 વર્ષની મુસાફરી કરીને 2018માં બેન્નૂ પર પહોંચ્યું હતું અને લગભગ 2 વર્ષ સુધી તેનો સ્ટડી કર્યો હતો અને તે 2021માં, તેણે ઉલ્કાના નમૂના સાથે પૃથ્વી પર પાછા ફરવાનું શરૂ કર્યું અને 2 વર્ષ બાદ પાછું આવ્યું હતું.
TOUCHDOWN! The #OSIRISREx sample capsule landed at the Utah Test and Training Range at 10:52am ET (1452 UTC) after a 3.86-billion mile journey. This marks the US's first sample return mission of its kind and will open a time capsule to the beginnings of our solar system. pic.twitter.com/N8fun14Plt
2182ની સાલમાં પૃથ્વી સાથે ટકરાવાનું હતું
OSIRIS-REx અવકાશયાન 2182ની સાલમાં પૃથ્વી સાથે ટકરાવાનું હતું અને તેની ટક્કરથી 22 પરમાણું બોંબ જેટલી તબાહી મચવાની હતી એટલે નાસાએ સમય રહેતા અવકાશયાનને બેન્નૂ પાસે મોકલ્યું હતું અને તે 7 વર્ષ બાદ સફળતાપૂર્વક તેની માટી લઈને પાછું આવ્યું છે.
ટકરાય તો શું થઈ શકે
બેન્નુ પૃથ્વી પરથી ડાયનાસોરનો નાશ કરનાર ઉલ્કાપિંડ કરતાં 20 ગણો ઓછો પહોળો છે પરંતુ જો તે ટકરાશે તો વિનાશ મોટો થશે. પછી ભલે તે જમીન સાથે અથડાય કે પછી સમુદ્રમાં પડી જાય. તેના કારણે સમગ્ર વિશ્વમાંથી અનેક સજીવોની વસ્તી ખતમ થઇ શકે છે. તેની ટક્કરથી બનેલો ખાડો લગભગ 20 કિલોમીટર પહોળો હશે. આ કારણે ટક્કરવાળી જગ્યાની આસપાસ લગભગ 1000 કિલોમીટર સુધી કંઈ નહીં બચે. પડવાના કિસ્સામાં આનાથી વધારે તબાહી તો સમુદ્રમાં થશે. તેની ટક્કરથી ઉદભવતા સુનામીના મોજાને કારણે આસપાસના ટાપુઓ કે દેશમાં ભયંકર વિનાશ થઇ શકે છે.