બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 08:59 PM, 7 June 2019
અનંતકાળથી વહેતી નર્મદા નદી ભાડભૂતથી ભરૂચ સુધી જાણે અંતકાળે પહોંચી ગઈ છે. ઇતિહાસમાં પ્રથમ વખત ખળખળ વહેતીમાં નર્મદાની રફતાર ભરૂચના તવરા ગામ નજીક થંભી ગઈ છે. નદી સુકાઈ જતાં જળ માર્ગ હવે જમીન માર્ગ બન્યો છે. સરકાર દ્વારા 1500 ક્યુસેક પાણી તો છોડવામાં આવ્યું પરંતુ એ પાણી હજુ ભરૂચ સુધી પહોંચ્યા નથી. ત્યારે જોઈએ આ અહેવાલમાં.
ADVERTISEMENT
આ સૂકોભટ કિનારો અને પૂરતા પાણી વિના કિનારે પડેલી નાવ અને આ દરિયાકિનારાના રેતાળ અને કાદવિયા કાંઠા જેવા કિનારા એક સમયે બન્ને કાઠે વહેતી લોકમાતા મા નર્મદાનાં છે. હાલ નર્મદા નદીમાં ડેમ માંથી પાણી ન છોડવાના કારણે જાણે કોઈ નાળું વહી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે નર્મદા પર ડેમ ન હતો ત્યારે આ નદી બન્નેકાંઠે વહેતી હતી.
ADVERTISEMENT
જાણે કોઈ મહાસાગરની ખાડી જ જોઈ લો. પરંતુ હવે નદીમાં પાણીની આવક ઘટી જવાનાં કારણે નદી ભરૂચ શહેરથી જાણે કિલોમીટરો સુધી દૂર જતી રહી હોય તેવું લાગ છે. નર્મદા નદી પર વિવિધ પ્રોજેક્ટોનાં કારણે અનેક રાજકીય હસ્તીઓએ ખ્યાતિ મેળવી લીધી પરંતુ ખુદ નર્મદા મહાનદી તરીકને ખ્યાતિ ગુમાવી રહી છે. નર્મદા નદીમાં પૂરતું પાણી ન હોવાનાં કારણે ભરૂચથી છેક અંકલેશ્વર સુધી સાંકડા નાળા જેવી લાગી રહી છે. લોકમાતાનો એ પ્રાચીન વૈભવ અને રૂપ આજે જોવા મળતું નથી જેનું દુખ સ્થાનિક લોકો આ રીતે વ્ય~ત કરી રહ્યાં છે.
ભારત દેશનાં અતિપૌરાણિક શહેરમાં જેની ગણના થાય છે એવા ભરૂચનાં કાંઠાના ભાડભૂતથી રાજપારડી સુધીના 40 કિલોમીટરનાં નદી કિનારે પાણીનાં અભાવે જંગલી બાવળ અને ઝાડ ઉગી નીકળ્યાં છે, જે નાવ એક સમયે નદીમાં વિહરતી હતી તે હવે પાણીનાં અભાવે માત્ર નદી કિનારે જ જોવા મળી રહી છે. મોટી આશા સાથે નર્મદા નદીનાં દર્શન કરવા દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ અલગ-અલગ ઘાટ પર નદીની થયેલી દુર્દશા જોઈને નિરાશ થઈ રહ્યાં છે.
રાજ્ય સરકાર નર્મદા નદીને ફરી વહેતી કરવા તેમજ દરિયાનું પાણી નદીમાં પ્રવેશતું અટકાવવા માટે એક્શનમાં તો આવી પરંતુ ગ્રાઉન્ડ પર સ્થિતિમાં સુધારો થયો નથી. સરકારમાં અનેક રજૂઆતો બાદ પહેલાં 600 ક્યુસેક અને બાદમાં 1500 ક્યુસેક જળ છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો પરંતુ આ 1500 ક્યુસેક પાણી માત્ર નર્મદા જિલ્લામાં સમાઈ ગયું. આટલો વિશાળ જળરાશિ નદીમાં વહેતો મુકાયો છતાં નદીમાં આગળ વધી ન શક્યો.
ડેમમાંથી છોડવામાં આવેલ નદીનાં જળ ભરૂચ સુધી ન પહોંચવા પાછળનાં અનેક કારણો છે. ભરૂચ,નર્મદા અને વડોદરા જિલ્લાના કિનારાના ભાગે નદીનાં પટ ઉપર બેફામ રેતી ખનન થઈ રહ્યું છે. રેતી માફિયાઓએ ઉભા કરેલા પાળા તેમજ ખોદવામાં આવેલા ઊંડા ખાડા નદીનાં જળને ભરૂચનાં ગોલ્ડન બ્રિજ તેમજ ભાડભુત સુધી પહોંચવા દેતા નથી.
નદીમાં જળ ઓછા હોવાનાં કારણે બેરોજગાર બનેલા માછીમાર સમાજનાં લોકો 1500 ક્યુસેક પાણી છોડવાના સરકારના નિર્ણયને માત્ર લોલીપોપ સમાન ગણાવી રહ્યાં છે, તો સાથે સરકાર દ્વારા માત્ર વાહ વાહી લૂંટવા કરતાં ગ્રાઉન્ડ ઉપર પરિણામરૂપ કામ કરવા, નર્મદા નદીમાંથી ખરાશ દૂર કરવા તેમજ નદીમાં મીઠા જળ વહેવડાવી ભૂતકાળમાં જે પ્રમાણે નર્મદા નદી ભરૂચ નજીકનાં કિનારે વહેતી હતી તે પ્રમાણે ફરી જીવંત બનાવે તેવી માંગ ઉઠી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.