Narmada MP and corporates fight for inauguration rajpipala
કકળાટ /
નર્મદામાં જાહેરમાં નેતાઓની ગાળાગાળી, સાંસદે કહ્યું એ સાંભાળ, આ કામ તો મેં મંજૂર કરાવ્યું હતું... @..#$..%
Team VTV01:41 PM, 10 Oct 20
| Updated: 04:44 PM, 10 Oct 20
નર્મદામાં સાંસદ અને કોર્પોરેટર વચ્ચે બોલાચાલીનો વીડિયો વાયરલ થયો હતો. કોર્પોરેટર મહેશ વસાવા અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે બોલાચાલી થઈ હતી. સોસાયટીમાં પેવર બ્લોક નાંખવા મુદ્દે માથાકૂટ થઈ હતી. ખાતમૂહુર્તમાં વિરોધ થતા સાંસદ બગડ્યા હતા. બોર્ડમાં કામ લીધા વિના ખાતમૂહુર્ત થયાનો કોર્પોરેટરનો આક્ષેપ છે. મનસુખ વસાવાએ કહ્યું આ કામ મેં મંજૂર કરાવ્યું છે. કોર્પોરેટર અને સાંસદ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી
નર્મદામાં સાંસદ અને કોર્પોરેટર વચ્ચે બોલાચાલી
કોર્પોરેટર મહેશ વસાવા અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે બોલાચાલી
સોસાયટીમાં પેવર બ્લોક નાંખવા મુદ્દે માથાકૂટ
રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં રાજેન્દ્રનગર સોસાયટી ખાતે આજે સમગ્ર સોસાયટીમાં પેવર બ્લોક બેસાડવાનું કામકાજ શરૂ કરવા માટે ખાતમુહૂર્ત રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ અને સાંસદ મનસુખ વસાવા ની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
જોકે આ વિસ્તારના રહીશો નો ખૂબ જ વિરોધ સાથે આ ખાતમુરત કરવામાં આવ્યું હતું ત્યારે રાજપીપળા નગરપાલિકાના સદસ્ય મહેશ વસાવા અચાનક જ આ કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા અને તેમને ચીફ ઓફિસરનો ઉધડો લીધો હતો કે તમે અમને કાર્યક્રમમાં કેમ નથી બોલાવતા
આ દરમિયાન કોર્પોરેટર મહેશ વસાવા અને સાંસદ મનસુખ વસાવા સામે તું તું મે મે થઈ હતી અને સાંસદ વસાવાએ કીધું હતું કે આ કામ મેં મંજૂર કરાવ્યું છે. કોર્પોરેટર મહેશ વસાવાએ જણાવ્યું હતું કે બોર્ડ માં લીધા વગર તમે આ કામ કેમ મંજૂર કરાવ્યું જોકે સાંસદ મનસુખ વસાવા અને કોર્પોરેટર મહેશ વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ થયો એ પેવર બ્લોક બેસાડવાના કામનો સમગ્ર રાજેન્દ્ર નગર સોસાયટીના રહીશોએ વિરોધ કરી રહ્યા છે. જ્યારે સાંસદનું કહેવું છે કે આ પેવર બ્લોક બેસાડવાથી આ સોસાયટીમાં જે ચોમાસા દરમિયાન પાણી ભરાય છે તે પાણી નહીં ભરાઈ અને સોસાયટી સ્વચ્છ થશે જોકે આ બાબતે પાલિકા સદસ્ય મહેશ વસાવા એ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે આ વિકાસ ના કામો ચૂંટણી લક્ષી છે.