બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Narmada canal crack in Rajkot near Gauri Dal

બેદરકારી / રાજકોટ નર્મદા કેનાલમાં ભંગાણ, મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા અધિકારીઓ જાગ્યાં

vtvAdmin

Last Updated: 01:03 PM, 17 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ગૌરીદળ પાસે નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. જો કે આ ઘટનાનાં કલાકો બાદ નર્મદાનાં અધિકારીઓ ઘટનાસ્થળે આવ્યાં હતાં. 15 MLD પાણીનો વેડફાટ થયો હોવાનું સામે આવ્યું છે. જો કે આ અંગે નર્મદાનાં અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું કે, રાતનાં 12 વાગ્યા પહેલાં આ કામને પૂર્ણ કરાશે.

રાજકોટમાં ગૌરીદળ પાસે નર્મદાની કેનાલમાં ભંગાણનાં મામલે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ અધિકારીઓ દોડતા થઇ ગયા હતાં. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનનાં અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારીએ કહ્યું કે, નર્મદા કેનાલમાં ભંગાણ સર્જાયું છે. તે નર્મદા નિગમના અધિકારીઓનાં આવ્યાં બાદ જ રિપેરિંગ થશે. આ લાઇનથી કોઠારિયા વિસ્તારને પાણી મળે છે. એટલે કે આ ભંગાણને કારણે રાજકોટ શહેરમાં પાણી વિતરણને અસર નહીં થાય. ઉપરાંત કેવી રીતે ભંગાણ પડ્યું છે તેને લઇને પણ તપાસ ચાલી રહી છે.

તમને જણાવી દઇએ કે રાજકોટમાં ગૌરીદળ પાસે નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. જો કે આ ઘટનાનાં કલાકો બાદ નર્મદાનાં અધિકારીઓ ઘટનાસ્થળે આવ્યાં હતાં. 15 MLD પાણીનો વેડફાટ થયો હોવાનું સામે આવ્યું છે. જો કે આ અંગે નર્મદાનાં અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું કે, રાતનાં 12 વાગ્યા પહેલાં આ કામને પૂર્ણ કરાશે.

 

મરામત માટે હાલમાં પાણી ખાલી કરાઇ રહ્યું છે. પ્રેસરથી આ ભંગાણ સર્જાયાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. ગત રાતે દોઢ વાગે આ ભંગાણ સર્જાયુ હતું. ખેડૂતોને પણ નુકસાન થયું છે. પંચરોજકામ કરીને વળતરની કામગીરી હાથ ધરાશે. જેવું નિવેદન આ ભંગાણને લઇને નર્મદાનાં અધિકારીએ આપ્યું હતું.

 

સંકળાયેલા મુદ્દાઓ

Gauri Dal Narmada canal Wastage of water crack gujarat rajkot Carelessness
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ