બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 23 વર્ષ જૂના માનહાનિ કેસમાં એક્ટિવિસ્ટ મેઘા પાટકર દોષી કરાર, મામલો LG વીકે સક્સેના સાથે જોડાયેલ

દિલ્હી / 23 વર્ષ જૂના માનહાનિ કેસમાં એક્ટિવિસ્ટ મેઘા પાટકર દોષી કરાર, મામલો LG વીકે સક્સેના સાથે જોડાયેલ

Last Updated: 10:48 AM, 25 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Megha Patkar Case Latest News : કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, સક્સેનાને કાયર ગણાવવા અને હવાલા વ્યવહારમાં સામેલ હોવાનો આરોપ લગાવવો એ માત્ર બદનક્ષી જ નહીં પરંતુ લોકોમાં તેમના વિશે ખરાબ અભિપ્રાય બનાવવાનો પ્રયાસ પણ

Megha Patkar Case : મેઘા પાટકર કેસમાં મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, દીલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ 2001માં કાર્યકર્તા મેધા પાટકર વિરુદ્ધ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. વીકે સક્સેના તે સમયે એક NGO 'નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટીઝ'ના પ્રમુખ હતા. તેમનો આરોપ હતો કે, મેધા પાટકરે એક પ્રેસનોટ બહાર પાડીને જણાવ્યું હતું કે, સક્સેના દેશભક્ત નહીં પણ કાયર છે. આ કેસમાં સાકેત કોર્ટે મેધાને દોષિત ઠેરવ્યા છે.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, સક્સેનાને કાયર ગણાવવા અને હવાલા વ્યવહારમાં સામેલ હોવાનો આરોપ લગાવવો એ માત્ર બદનક્ષી જ નહીં પરંતુ લોકોમાં તેમના વિશે ખરાબ અભિપ્રાય બનાવવાનો પ્રયાસ પણ છે. ફરિયાદ દાખલ થયાના લગભગ 23 વર્ષ બાદ કોર્ટે નર્મદા બચાવો આંદોલનના નેતા મેધા પાટકરને દોષિત ઠેરવ્યા છે. આ માટે વધુમાં વધુ બે વર્ષની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે.

ઈમાનદારી અને જાહેર સેવા પર સીધો હુમલો: કોર્ટ

આ સાથે કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે, પ્રતિષ્ઠા સૌથી મૂલ્યવાન સંપત્તિમાંથી એક છે. તે વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને સંબંધોને અસર કરે છે. સમાજમાં વ્યક્તિની સ્થિતિને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. ફરિયાદી ગુજરાતના લોકો અને તેમના સંસાધનોને વિદેશી હિતો માટે પડાવે છે તેવો આક્ષેપ તેમની પ્રામાણિકતા અને જાહેર સેવા પર સીધો હુમલો છે. કોર્ટે કહ્યું કે, મેધા પાટકર પોતાના નિવેદનોથી સક્સેનાને નુકસાન પહોંચાડવા માગતી નથી તે સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી. આરોપીએ આઈપીસીની કલમ 500 (બદનક્ષી) હેઠળ ગુનો કર્યો છે. આ માટે તેને દોષી ઠેરવવામાં આવે છે. સજા અંગેની દલીલો 30 મેના રોજ સાંભળવામાં આવશે.

વધુ વાંચો : છઠ્ઠા તબક્કાના મતદાન વચ્ચે પશ્ચિમ બંગાળમાં ફરીથી ખેલાયો ખૂની ખેલ, કરાઈ TMC નેતાની હત્યા

સક્સેનાએ પાટકર વિરુદ્ધ બે કેસ દાખલ કર્યા હતા

મેધા પાટકર અને વીકે સક્સેના વચ્ચે 2000થી કાનૂની લડાઈ ચાલી રહી છે. જ્યારે પાટકરે સક્સેના સામે તેમની અને નર્મદા બચાવો આંદોલનની જાહેરાત માટે કેસ દાખલ કર્યો હતો. સક્સેનાએ એક ટીવી ચેનલ પર તેમની (સક્સેના) વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી અને બદનક્ષીભર્યા નિવેદનો કરવા બદલ પાટકર વિરુદ્ધ બે કેસ પણ દાખલ કર્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

LG VK Saxena Megha Patkar Case Megha Patkar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ