બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / શું છે આ ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી મર્ડરનો કેસ?, ભારતમાં કેટલી સજા?, નરગીસ ફખરીની બહેન સાથે છે કનેક્શન
Last Updated: 02:41 PM, 4 December 2024
ગયા મહિનાની 26 તારીખે અમેરિકન પોલીસે નરગીસ ફખરીની નાની બહેન આલિયાને તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડને સળગાવીને મારી નાખવાના આરોપમાં ધરપકડ કરી છે, જો તેનો ગુનો સાબિત થશે તો શું તેની અસર નરગીસ પર થશે? ત્યારે ચાલો જાણીએ કે કેટલી સજા હોય છે મર્ડર કેસમાં. અને શું છે અમેરિકાની ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી..?
ADVERTISEMENT
અમેરિકામાં સજાના આધારે નક્કી થાય છે હત્યા
ADVERTISEMENT
અમેરિકાના કાનૂની નિયમો મુજબ મર્ડરની બે ડિગ્રી હોય છે. તેમ ફર્સ્ટ ડિગ્રીની સજા હોય છે મોત. એટલે એવા તમામ કેસ કે જેમાં હત્યા કરવામાં આવી હોય. આ મામલામાં અમેરિકન વકીલો એક નિશ્ચિત કરેલી પ્રક્રિયાનુ પાલન કયારે છે. હત્યાના કોઈ પણ મામલામાં કોર્ટ પાસે મોતનું ફરમાન કરાવતા પહેલા અમેરિકાના અટૉર્ની જનરલ પાસે તેની મંજૂરી લેવી પડે છે. તેમની મંજૂરી વિના હત્યાના કોઈપણ કેસમાં મોતની સજા કોર્ટ પાસે માંગી શકાતી નથી. આ ઉપરાંત હત્યાના બીજા કેસ સેકન્ડ ડિગ્રી મર્ડર કેટેગરીમાં રાખવામાં આવે છે. જેમાં ઉમરકેદની સજા થઈ શકે છે.
ભારતમાં શું છે સજા?
સુપ્રીમ કોર્ટના વકીલ જણાવે છે કે ભારતીય ન્યાય સંહિતામાં સળગાવીને મારી નાખવા પર કે કોઈ પણ પ્રકારના હત્યાના કેસમાં ફાંસીની સજા કે આર્થિક દંડ સાથે ઉંમરકેદની સજા થાય છે. જો દોષિત હત્યા હોય તો આજીવન કેદ અથવા ઓછામાં ઓછી 5 વર્ષની કેદ જે 10 વર્ષ સુધી લંબાવી શકે છે અને દંડ થઈ શકે છે. જો કોઈ કૃત્ય એ જાણ સાથે કરવામાં આવે છે કે તેનાથી મૃત્યુ થવાની સંભાવના છે, પરંતુ હત્યાનો કોઈ ઈરાદો નથી, તો 10 વર્ષની જેલ અને દંડ થઈ શકે છે. જ્યારે દહેજના મામલામાં થયેલી હત્યા કેસમાં આજીવન કેદ થઈ શકે છે.
આલિયા પર હત્યાનો આરોપ
નરગીસની બહેન આલિયા પર તેના પૂર્વ બોયફ્રેન્ડ એડવર્ડ જેકબ અને તેની ગર્લફ્રેન્ડ એટીટનની હત્યાનો આરોપ છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે નરગીસની બહેન આલિયા ફરી એકવાર એડવર્ડ સાથે સંબંધ બાંધવા માંગતી હતી. અને તેણે આ સબંધ માટે ના પાડતા આલિયાએ ગુસ્સામાં આ પગલું ભર્યું હતું.
વહેલી સવારે બોયફ્રેન્ડનું ઘર સળગાવી દીધું
અમેરિકન પોલીસની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે આલિયા સવારે 6.20 વાગ્યે એડવર્ડના બે માળના મકાનમાં પહોંચી હતી. તેણે બૂમો પણ પાડી કે આજે તમે બધા મરવાના છો. આ પછી આલિયાએ એડવર્ડની બિલ્ડિંગના ગેરેજમાં આગ લગાવી દીધી. આ જોઈને એડવર્ડની ગર્લફ્રેન્ડ એટીટન નીચે દોડી ગઈ અને બીજા માળે સૂઈ રહેલા જેકબને બચાવવાનો પ્રયાસ કર્યો. આખી ઇમારત આગની જ્વાળાઓમાં લપેટાઈ જતાં તેઓ બંને બહાર આવી શક્યા નહીં અને ધુમાડાને ગૂંગળામણને કારણે તેમનું મૃત્યુ થયું હતું.
9 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરાશે
26 નવેમ્બરે આલિયા ફખરીની હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આલિયાને આગામી સુનાવણી સુધી રિકર્સ આઇલેન્ડના રોઝ એમ. સિંગર સેન્ટરમાં રાખવામાં આવી છે. તેના કેસની આગામી સુનાવણી 9 ડિસેમ્બરે કોર્ટમાં થશે. જો આલિયા સામેના આરોપો સાચા સાબિત થશે તો તેને આજીવન કેદની સજા પણ થઈ શકે છે. બીજી તરફ આલિયા ફખરીએ આ સમગ્ર મામલામાં પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું છે.
વધુ વાંચો: ફિલ્મ રિલીઝ થાય એ પહેલા જ પુષ્પા 2ના રિવ્યૂ આવી ગયા! કંઇક આવી હશે સ્ટારકાસ્ટની એક્ટિંગ
નરગીસના પિતા પાકિસ્તાની હતા
બોલિવૂડ અભિનેત્રી નરગીસ ફખરીની નાની બહેન આલિયા ફખરી 43 વર્ષની હોવાનું કહેવાય છે. તેનો જન્મ ક્વીન્સ, ન્યૂયોર્કમાં થયો હતો. તેમનો ઉછેર પણ ત્યાં થયો હતો. નરગીસ અને આલિયાના પિતા મોહમ્મદ ફખરી પાકિસ્તાની હતા. આ બંનેની માતા મેરી ચેક રિપબ્લિકની છે. જોકે, આલિયાના માતા-પિતાના બાળપણમાં જ છૂટાછેડા થઈ ગયા હતા. આના થોડા સમય પછી પિતાનું અવસાન થયું. મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે નરગીસના છેલ્લા 20 વર્ષથી આલિયા સાથે કોઈ સંબંધ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.