naresh tikait claims that bjp leaders are leaving the party on farm laws
રાજકારણ /
ખેડૂત આંદોલનની વચ્ચે ટીકૈતે કર્યો એવો દાવો કે ભાજપનું વધશે ટેન્શન, રાજકારણ ગરમાયું
Team VTV04:31 PM, 30 Jan 21
| Updated: 04:32 PM, 30 Jan 21
છેલ્લા બે મહિનાથી પણ અધિક સમયથી ચાલી રહેલા આંદોલનમાં હવે જાણે ખરાખરીના જંગનો માહોલ જોવા મળી રહ્યો છે, ખેડૂત નેતા નરેશ ટીકૈતે ભાજપ નેતાઓને લઈને મોટો દાવો કર્યો છે.
ગાજીપુર બોર્ડર ખેડૂતોએ ગજવી, મોટી સંખ્યામાં પહોંચ્યા પ્રદર્શનકારીઓ
નરેશ ટીકૈતે કર્યો દાવો : ભાજપના નેતા કહી રહ્યા છે કે પાર્ટી છોડવી છે
ગઇકાલે નરેશ ટીકૈતની અપીલ પર મુજફફરનગરમાં ભેગી થઈ ગઈ ભારે ભીડ
નરેશ ટીકૈતનો મોટો દાવો
નવા કૃષિ કાયદાના વિરોધમાં ફરીવાર આંદોલન વેગ પકડી રહ્યું છે ત્યારે ગાજીપુર બોર્ડર હવે આંદોલનનું કેન્દ્ર બની ગઈ છે. રાકેશ ટિકેત અને નરેશ ટિકેત મોટી સંખ્યામાં ખેડૂતોને એકઠા થવાનું આહવાહન કરી રહ્યા છે.અને મહાપંચાયતમાં પણ હજારો સંખ્યામાં લોકોને ભેગા કરવામાં આવ્યા હતા. આ સિવાય હવે ઘણી બધી રાજકીય પાર્ટીઓનું ખુલ્લુ સમર્થન આંદોલનને મળી ગયું છે જેના કારણે આંદોલનમાં સમીકરણ બદલાઈ રહ્યા છે. ત્યારે નરેશ ટીકૈતે કરેલા એક દાવાથી ભાજપનું ટેન્શન વધી શકે છે.
मेरे पास आज कई भाजपा नेताओं का फोन आया है , उनका कहना है भाई साहब हम भी इस्तीफा दे रहे हैं , पार्टी में रहकर यूँ किसानों का अपमान होते नहीं देख सकते, अगर अब भी हम चुप रहे तो आने वाली पीढ़ी हमें कभी माफ नहीं करेगी।
નવા કૃષિ કાયદાના વિરોધમાં ટીકૈતે કહ્યું કે ખેડૂતોના સમર્થનમાં ભાજપના ધારાસભ્યો પાર્ટી છોડી રહ્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે મારા પાસે આજે ઘણા બધા ભાજપ નેતાઓના ફોન આવ્યા હતા અને તેઓ કહી રહ્યા હતા કે અમે પાર્ટી છોડી રહ્યા છે, પાર્ટીમાં રહીને આમ ખેડૂતોનું અપમાન જોઈ ન શકાય. હવે જૉ અમે ચૂપ રહ્યા તો આવનાર પીઢી અમને માફ નહીં કરે.
પહેલા કહ્યું હતું કે ભાઈના આંસુ વ્યર્થ નહીં જાય
નોંધનીય છે કે જ્યારે ગાજીપુર બોર્ડર પર ખેડૂત નેતા રાકેશ ટીકૈત ભાવુક થઈ ગયા હતા ત્યારે નરેશ ટીકૈતે ટ્વિટ કરીને કહ્યું હતું કે ચૌધરી મહેન્દ્ર સિંહ ટીકૈતના દીકરા અને મારા નાના ભાઈના આંસુ વ્યર્થ નહીં જાય. અમે આ આંદોલનને હવે નિર્ણાયક સ્થિતિમાં લાવીને જ રહીશું. નોંધનીય છે કે પ્રજાસત્તાક દિવસે જે હિંસા થિયા તે બાદ આંદોલનને આટોપી લેવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા અને તંત્રએ પણ પૂરી તૈયારીઓ કરી લીધી હતી પરંતુ રાકેશ ટીકૈતના આંસુઓથી આંદોલનમાં જાણે પૂર્વ આવી ગયું હતું.
ગાઝીપુર બોર્ડરની આસપાસના વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા અટકાવાઈ
ખેડૂત નેતાઓના એલાન અને પ્રદર્શનકારીઓની સંખ્યામાં વધારો થયા બાદ ગાજીપુરમાં તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે જેમાં ઈન્ટરનેટ સેવા પર રોક લગાવી દેવામાં આવી છે. નોંધનીય છે ગાજીપુરમાં જ રાકેશ ટીકૈત પોતાના સમર્થકો સાથે આંદોલન કરી રહ્યા છે. આ પહેલા ખેડૂત અગ્રણી દર્શનપાલ સિંહે સિંઘુ બોર્ડર પર ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે સરકાર સામે માંગ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે અમારો અવાજ લોકો સુધી પહોંચી ન શકે તે માટે ઇન્ટરનેટ રોકવામાં આવ્યું છે.
વિવિધ બોર્ડર પર શું છે હાલ
કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી નજીકની ગાજીપુર, સિંધુ અને ટીકરી બોર્ડર પર હજુ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. કાયદાને રદ્દ કરવાને લઇને અડગ ખેડૂત આ મુદ્દા પર સરકારની સાથે આર-પારની લડાઇનું એલાન કરી ચૂક્યાં છે. જેને લઇને દિલ્હીની સરહદ પર ખેડૂતોનું આંદોલન 66માં દિવસ ચાલુ છે. ખેડૂતઓએ સરકારને જલ્દી તેની માંગણી માનવા અપીલ કરી છે.
સ્વતંત્ર દિવસ પર દિલ્હીમાં ખેડૂતોની ટ્રેકટર રેલી દરમિયાન થયેલી હિંસા પછી જ્યાં બધા સરહદો પર ખેડૂતોની સંખ્યા ઘટી ગઇ હતી, જે એકવાર ફરી વધવા લાગી છે. 26 જાન્યુઆરી પછી એવું લાગી રહ્યું હતું કે હવે આંદોલન લગભગ પુરુ થઇ ગયું છે, પરંતુ ગુરુવાર સાંજે ગાજીપુર પર રહેલા ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકેતના વીડિયો ટીવી ચેનલ પર ચાલ્યા પછી માહોલ ફરીથી બદલાઇ ગયો અને ખેડૂતોનો ફરીથી ધરણા સ્થળો પર પરત ફરવાની ગતિવિધી શરુ થઇ ગઇ છે.
રાકેશ ટિકૈતનું કહેવું છે કે અમે ધરણાસ્થળ ખાલી નહી કરીએ, અમે પહેલા અમારા મુદ્દાઓ પર ભારત સરકાર સાથે વાત કરીશું. સરકાર જે પણ કરે અમે ગાજીપુર સરહદ છોડીશું નહીં. જ્યાં સુધી કાયદાઓ રદ્દ નહી થાય અને MSP પર નવો કાયદો નહી બની જતો ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં.