Naresh Patel's entry into politics, A group of gujarat congress Patidar MLAs met Rajasthan CM Ashok Gehlot
BIG NEWS /
નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીને લઇ સૌથી મોટા સમાચાર, મામલો રાજસ્થાન સુધી પહોંચ્યો
Team VTV03:52 PM, 21 Mar 22
| Updated: 04:11 PM, 21 Mar 22
ગુજરાત કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોના એક જૂથે રાજસ્થાન CM અશોક ગેહલોત સાથે કરી મુલાકાત
નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીને લઇ સૌથી મોટા સમાચાર
નરેશ પટેલનો મામલો રાજસ્થાન સુધી પહોંચ્યો
ગુજરાત કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો રાજસ્થાનમાં
હું સમાજ કહેશે તો જ રાજનીતિમાં પ્રવેશ કરીશ. આવું કહેનારા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ માટે સમાજના મોભીઓનો જવાબ આવી ગયો છે. જેમાં 50-50 એટલે કે આધે ઉધર આધે ઇધર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેવામાં નરેશ પટેલ રાજનીતિમાં પ્રવેશ કરશે કે નહીં તેને લઈને હાલ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોટા નેતાઑ નરેશ પટેલનો સંપર્ક કરી પોતાની પાર્ટીમાં જોડાવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીને લઇ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે નરેશ પટેલનો મામલો રાજસ્થાન સુધી પહોંચ્યો છે.
હાઇકમાન્ડ જલ્દી પોઝિટિવ થાય તેવી લાગણી CM અશોક ગેહલોત પાસે વ્યક્ત કરી
પાટીદાર ધારાસભ્યોના એક જૂથે રાજસ્થાન CM અશોક ગેહલોત સાથે કરી મુલાકાત કરી છે. નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી કરાવવા બાબતે ગુજરાત કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો હવે મેદાનમાં આવી ગયા છે. એક તરફ નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે કેમ તેમાં બંધ બાજીએ રમી રહ્યા છે તો બીજી તરફ જો જોડાશે તો કઈ પાર્ટીમાં જોડાશે તે અત્યાર સુધી સસ્પેન્સ બની રહ્યું છે. તેવામાં ગુજરાતની ભાજપ સરકારે પાટીદાર અનામત આંદોલનના 10 જેટલા કેસ આજે પરત ખેંચ્યા છે જેથી નરેશ પટેલ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ સેવાઇ રહી છે. જેથી કોંગ્રેસના પાટીદાર નેતાઑ નરેશ પટેલ મામલે હાઇકમાન્ડ જલ્દી પોઝિટિવ થાય તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
પાટીદાર અગ્રણી પોપટ ફતેપરાએ નરેશ પટેલનો વિરોધ કર્યો
પાટીદાર અગ્રણી પોપટ ફતેપરા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને એક પત્ર લખીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે ઉમિયા માતાજી મંદિર સિંદસર , ઊંઝાને પત્ર લખીના સંચાલકોએ જણાવ્યું કે, નરેશ પટેલને મંદિરમાં પ્રવેશ આપવામાં ન આવે. તેમણે નરેશ પટેલની બેધારી નીતિ અંગે પોતાનો વિરોધ નોધાવ્યો છે. પોપટ ફતેપરાએ જણાવ્યું હતું કે, ભાજપે 1 મુખ્યમંત્રી, 7 મંત્રીને સરકારમાં સ્થાન આપ્યુ છે. નરેશ પટેલ લેઉવા-કડવા નહીં પાટીદાર એક હોવાની વાત કરે છે. પરંતુ લેઉવા પાટીદારને મંત્રીમંડળમાં ખાતા ફાળવવામાં નથી આવ્યાની રજુઆત કરે છે. બીજી બાજુ ઊંઝા, સિંદસર સંસ્થાઓમાં ક્યારેય રાજકારણે સ્થાન અપાયુ નથી. ત્યારે નરેશ પટેલ ખોડલધામને રાજકીય અખાડો બનવા જઈ રહ્યા છે.
ખોડલધામ પરિસરમાં ક્યારેય રાજકારણની વાત થઈ નથી: નરેશ પટેલ
ખોડલધામમાં ઉત્તર ગુજરાતના PAAS કન્વીનરોની નરેશ પટેલ સાથે બેઠક પહેલા ખોડલધામ ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, બહેનો અને યુવાન મિત્રોની ખુબ લાગણી છે કે હું રાજકારણમાં આવું તેવો નિર્ણય લીધો નથી, રાજકારણમાં જોડાવા મને થોડો સમય આપો કારણ કે રાજનીતિમાં જોડાવું કે નહીં તેની જાણ કરીશ.રાજકારણમાં જોડાવાના નિર્ણય બાદ પાર્ટી નક્કી કરીશ.ખોડલધામ પરિસરમાં ક્યારેય રાજકારણની વાત કરતા નથી.
નરેશ પટેલ હજુ સુધી કોઈ પાર્ટીમાં જોડાયા નથી
ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ તરફથી હજુ સુધી કઈ પાર્ટીમાં જોડાવાના છે તેની કોઈ સ્પષ્ટ જાહેરાત નથી થઈ. નરેશ પટેલે કહ્યું હતું કે રાજકારણમાં જોડાવાનો હજુ સુધી કોઈ નિર્ણય નથી લીધો. પણ હા સમાજને પૂછીને કોઈ નિર્ણય લેવામાં આવશે. હાલતો ગુજરાતની રાજનીતિમાં નરેશ પટેલ 'કોની સાથે'ની ચર્ચા થઇ રહી છે. જોકે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહી રહ્યા છે કે તેમનો અંગત નિર્ણય છે. જોકે તમામ પક્ષો તેમને પોતાના પક્ષમાં લેવાના અથાક પ્રયત્નો કરી રહ્યા છે.
ભાજપ, કોંગ્રેસના નેતાઓના નરેશ પટેલ અંગે નિવેદન
કોંગ્રેસના નેતા ગીતાબેન પટેલે જણાવ્યું હતું કે, નરેશ પટેલ ગમે તે પક્ષમાં જાય તે એમનો નિર્ણય હશે, પણ સમાજની લડાઈ સરકાર સામેના પક્ષમાં રહીને જ લડાય છે. બીજી બાજુ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, કોઇપણ પાર્ટીમાં જોડાવવું એ તેમનો અધિકાર છે. તો વળી ભાજના પ્રદેશ પ્રમુખ CR પાટીલે જણાવ્યું હતું કે, તેમણે કોઇ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી, નરેશ પટેલ ભાજપની સાથે રહેશે તેવો મને વિશ્વાસ બીજી તરફ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં નરેશભાઇ ભાજપમાં રહેશે.તેમજ પાટીદાર અગ્રણી સી.કે. પટેલ નરેશ પટેલે રાજકરણમાં આવવું જ જોઇએ, કોંગ્રેસમાં જોડાવું કે ભાજપમાં તેમનો અંગત મત છે. તો આ સાથે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નરેશ પટેલ કોઇ પક્ષમાં જોડાય એ એમનો વિષય, હવે રાજનીતિમાં વિકાસની રાજનીતિ ચાલશે.