બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Naresh Patel's big statement about Khodaldham's attitude on polling day itself, Ravindra Jadeja-Sanghvi voted

ગુજ'રાજ'2022 / મતદાનના દિવસે જ ખોડલધામના વલણને લઈને નરેશ પટેલનું મોટું નિવેદન, રવીન્દ્ર જાડેજા-સંઘવીએ કર્યું વોટિંગ

Priyakant

Last Updated: 12:37 PM, 1 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેશ પટેલે તેમના દીકરા સાથે મતદાન કર્યું અને કહ્યું લોકો વધુમાં વધુ મતદાન કરે, રવીન્દ્ર જાડેજાએ જામનગરમાં તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ કર્યું મતદાન

  • નરેશ પટેલે કરી VTV સાથે ખાસ વાતચીત, સારા લોકો ચૂંટાઇને આવે તેવી આશા 
  • ખોડલધામ દરેક સમાજ સાથે લાગણીથી જોડાયેલી સંસ્થા: નરેશ પટેલ 
  • જામનગરમાં પંચવટી કોલેજ ખાતે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ મતદાન કર્યું 
  • સુરતમાં ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીએ કર્યુ મતદાન, લોકોને મતદાન કરવા કરી અપીલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ હાલ પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. તેવામાં ખોડલધામના નરેશ પટેલે VTV સાથે ખાસ વાતચીત કરી હતી. નરેશ પટેલે તેમના દીકરા શિવરાજ સાથે મતદાન કર્યું હતું. જે બાદમાં તેમણે કહ્યું હતું કે, મતદાન કરવાનો પવિત્ર મોકો અને તમારો અધિકાર છે. જેથી તેમણે લોકો વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ કરી હતી. આ સાથે ખોડલધામ દરેક સમાજ સાથે લાગણીથી જોડાયેલી સંસ્થા હોવાનું પણ કહ્યું હતું. આ તરફ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ જામનગરમાં તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ મતદાન કર્યું હતું. 

સારા લોકો ચૂંટાઇને આવે તેવી આશા: નરેશ પટેલ 

ખોડલધામના નરેશ પટેલે VTV સાથે ખાસ વાતચીત કરી હતી. નરેશ પટેલે તેમના દીકરા શિવરાજ સાથે મતદાન કર્યું હતું. જે બાદમાં તેમણે કહ્યું હતું કે,  ખોડલધામ દરેક સમાજ સાથે લાગણીથી જોડાયેલી સંસ્થા છે. આ સાથે સારા લોકો ચૂંટાઇને આવે  તેવી આશા હોવાનું પણ જણાવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, દરેક સમાજનાં લોકોને સાથે રાખે તેવાં લોકો જીતે અને ગુજરાતનો વિકાસ થાય તેવાં ઉમેદવાર ચૂંટાય તેવી આશા છે. આ સાથે તેમણે વાયરલ ટ્વિટ વિશે કહ્યું, આ માત્ર અફવા હતી. 

રવીન્દ્ર જાડેજાએ કર્યું મતદાન 

ભારતીય ટીમના ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ પણ આ ચૂંટણીમાં મતદાન કર્યું છે. જામનગર પંચવટી કોલેજ ખાતે રવિન્દ્ર જાડેજાએ મતદાન કર્યું છે. મહત્વનું છે કે, રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જામનગર ઉત્તર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર છે. 

સુરતમાં જામ્યો મતદાનનો માહોલ

સુરતની મજૂરા સીટ ઉપરના ભાજપના ઉમેદવાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ મતદાન કર્યું હતું. મજૂરાના ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીએ લોકોને મતદાન કરવા અપીલ કરી છે.  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ ફરી સરકાર બનાવશે, ભાજપને લોકોનો વિશ્વાસ મળશે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, આ ચૂંટણીમાં ઐતિહાસિક મતદાન જોવા મળશે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. આજે રાજ્યની 182 બેઠકોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. આજે ભાજપ નેતા જીતુ  વાઘાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. આ સાથે આપના ગોપાલ ઇટાલિયાએ પણ વતનમાં પહોંચી મતદાન કર્યું છે. આ સાથે વાંસદાના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ અને પોરબંદરના ઉમેદવાર અર્જુન મોઢવાડીયાએ પણ મતદાન કર્યું છે. આ સાથે વજુભાઈ વાળાએ પણ મતદાન કર્યા બાદ જીતની આશા વ્યક્તિ કરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat election 2022 ખોડલધામ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 નરેશ પટેલ પ્રથમ તબક્કાનું મતદાન મતદાન રવીન્દ્ર જાડેજા હર્ષ સંઘવી Gujarat Elections 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ