naresh patel will join congress assumes lalit vasoya gujarat congress leader big update on politics
BIG NEWS /
ભાજપ બાદ કોંગ્રેસનું મોટું ઓપરેશનઃ નરેશ પટેલ અને રઘુ શર્માની બેઠક અંગે સૂત્રોએ આપી સૌથી મોટી માહિતી
Team VTV04:20 PM, 19 May 22
| Updated: 04:58 PM, 19 May 22
કોંગ્રેસના લલીત વસોયાએ દાવો કર્યો હતો કે નરેશ પટેલ અને રઘુ શર્મા વચ્ચે 2 કલાક બેઠક ચાલી છે અને તેઓ ગુજરાતની પરિસ્થિતિથી ચિંતિત છે અને જો તેઓ રાજકારણમાં જોડાશે તો તેઓ કોંગ્રેસમાં જ જોડાશે.
ભાજપ બાદ હવે કોંગ્રેસનું મોટું ઓપરેશન
નરેશ પટેલ અને રઘુ શર્મા વચ્ચે બે કલાક ચાલી બેઠક
નરેશભાઈ ગુજરાતને લઈને ચિંતિત છે: લલીત વસોયા
ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામાં બાદ હવે નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે રહસ્ય પરથી પડદો ઉઠે તેવી શક્યતા છે. ભાજપ બાદ ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસ મોટો ખેલ પાડવાની તૈયારીમાં હોય તેવું જણાઈ રહ્યું છે.
કોંગ્રેસના સૂત્રોએ આપી માહિતી
કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાએ દાવો કર્યો હતો કે નરેશ પટેલ પોતે સમાજ અને ગુજરાતની જનતાને લઈને ચિંતિત છે. તેમણે કહ્યું હતું કે નરેશભાઇ સમાજનું ભલું થાય અને ગુજરાતનું ભલું થાય એવું ઈચ્છે છે અને આ માટે તેઓ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા વધારે લાગી રહી છે.
રઘુ શર્મા સાથે 2 કલાક ચાલી બેઠક
આ ઉપરાંત નરેશ પટેલ અને રઘુ શર્મા વચ્ચે આજે 2 કલાક ચર્ચા ચાલી છે જેના કારણે ઘણી અટકળોને વેગ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ભાજપના એક ઓપરેશન બાદ હવે કોંગ્રેસ પણ બનતું જોર મારી રાજનૈતિક ગતિવિધિ તેજ કરી રહી છે. હાર્દિક પટેલના રાજીનામાં બાદ કોંગ્રેસ પણ સામે મોટું ઓપરેશન પાર પડે તેવી શક્યતા છે. રઘુ શર્મા અને નરેશ પટેલની બે કલાક ચાલેલી મિટિંગ એ તરફ ઈશારો કરે છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી શક્યતા વધારે છે.
નરેશ પટેલ કોંગ્રેસના મોટા નેતાના સંપર્કમાં
ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસ મોટો ખેલ પાડવાની તૈયારીમાં છે કારણ કે હાર્દિક પટેલના રાજીનામાં બાદ હવે કોંગ્રેસને ઓલરેડી ફટકો પડ્યો છે પાટીદાર મતોને અસર થાય તેવી પૂરેપૂરી શક્યતા વચ્ચે જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો પક્ષને મોટાં પાયે ફાયદો થઈ શકે એમ છે. હાર્દિક પટેલના રાજીનામાં બાદ સ્પષ્ટ છે કે નરેશ પટેલ જેવા દિગ્ગજ નેતાની કોંગ્રેસને સખત જરૂર છે. ગુજરાતના રાજકારણમાં પાટીદાર મતો મોટો ભાગ ભજવે છે અને કિંગમેકરની ભૂમિકા ભજવે છે એવામાં હવે કોંગ્રેસ પાસે આ મતો મેળવવા માટે સ્વાભાવિક રીતે જ મોટો ચહેરો જોઈએ.
પાર્ટી મોટું નેતૃત્વ સોંપી શકે છે
કોંગ્રેસના નેતા લલીત વસોયાનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું હતું કે નરેશભાઈએ કોઈ મોટું કમિટમેન્ટ માંગ્યું નથી. પણ જો નરેશભાઇના આવવાથી ગુજરાતમાં પાર્ટીનું શાસન આવતું હોય તો પાર્ટી સો ટકા તેમને જ નેતૃત્વ સોંપશે.
પોઝિટિવ રિસ્પોન્સ મળ્યાનો દાવો
તેમણે કહ્યું હતું કે નરેશભાઇ તરફથી પોઝિટિવ રિસ્પોન્સ પણ મળ્યો છે. અને તેમણે 100 વિશ્વાસ દર્શાવ્યો હતો કે નરેશભાઇની જે વિચારધારા છે તે મુજબ અને ગુજરાતની સ્થિતિને જોતાં તેઓ કોંગ્રેસમાં જ જોડાય એવું મને લાગી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે નરેશભાઇ ચૂંટણી કઈ રીતે લડવી અને કયા મુદ્દાઓ પર લડીવી તેના પર ચર્ચા કરી રહ્યા છે.
ગુજરાતના રાજકારણમાં નવાજુની કરવાના મૂડમાં
સૂત્રોના જણાવ્યા અનુસાર નરેશ પટેલની રાહુલ ગાંધી સાથે મુલાકાત પણ થઈ ગઈ છે. અને મોટા કમિટમેન્ટ સાથે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ તેવી શકયતા હવે વધારે દેખાઈ રહી છે. દેખીતી રીતે નરેશ પટેલના નિર્ણય બાદ સૌરાષ્ટ્ર ભાજપના મોટા નેતાઓ પણ મોટો નિર્ણય લેશે. નરેશ પટેલ કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે સૌરાષ્ટ્ર ભાજપના મોટા નેતાઓના સંપર્કમાં પણ હોવાના સમાચાર મળી રહ્યા છે. તો સામે ભાજપના મોટા નેતાઓ પણ સતત તેઓનો સંપર્ક કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં કેટલો મોટો ભૂકંપ સર્જાશે અને કેવી નવાજૂની થશે એ તો આવનારો સમય જ કહેશે.
ક્યારે જોડાશે?
લલીત વસોયાએ કહ્યું હતું કે ક્યારે રાજનીતિમાં જોડાવું તે નરેશભાઈનો નિર્ણય છે અને તેઓ સર્વે કરી રહ્યા છે કે સમાજ શું ઈચ્છે છે તેઓની માંગ શું છે? અને તેઓ પોતે ચર્ચાઓ કરી રહ્યા છે અંતે તેઓ પોતે જ નિર્ણય લેશે કે ક્યારે તેમણે રાજનીતિમાં આવવું અને સમાજનું ભલું થાય તેવું જ ઈચ્છે માટે તેઓ કોંગ્રેસમાં જ જોડાય તેવી અમને આશા અને વિશ્વાસ છે.