naresh patel of khodaldham to gift automatic system of flag hoisting to somnath temple
ભેટ /
સોમનાથ મંદિરમાં ખોડલધામના નરેશ પટેલ આપશે મોટી ભેટ, હવે કોઈ પણ ભક્ત ચડાવી શકશે ધજા
Team VTV06:46 PM, 30 Jun 21
| Updated: 06:47 PM, 30 Jun 21
સોમનાથ મંદિરમાં ધ્વજારોહણ માટે એવી સિસ્ટમ લગાવવામાં આવશે કે મંદિરમાં ધજા માટે ચઢવું નહીં પડે
સોમનાથમાં ધ્વજારોહણ માટે નહીં ચડવું પડે ઉપર
ધ્વજારોહણ માટે ઓટોમેટિક સિસ્ટમ લાગશે
નરેશ પટેલ ઓટોમેટિક સિસ્ટમ ભેટ આપશે
અત્યાર સુધીમાં 2 પરિવાર જ ધજા ચડાવતા હતા
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ઓટોમેટિક સિસ્ટમ ભેટ આપશે
ખોડલધામ સંસ્થા તરફથી ચેરમેન નરેશ પટેલ મહાદેવના મંદિર સોમનાથને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. જગવિખ્યાત જ્યોતિર્લિંગ જ્યાં વર્ષે લાખો ભક્તો દર્શન કરવા આવે છે એવા સોમનાથ મહાદેવના મંદિરમાં હવે ઓટોમેટિક સિસ્ટમ લગાવવામાં આવશે.
સોમનાથ મંદિરમાં ધ્વજારોહણ માટે ઓટોમેટિક સિસ્ટમ લાગશે
સોમનાથ મંદિરમાં ધ્વજારોહણ માટે એવી સિસ્ટમ લગાવવામાં આવશે કે મંદિરમાં ધજા માટે ચડવું નહીં પડે. તે માટે જામનગરમાં ખાસ પ્રકારની ઓટોમેટિક સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે તથા આ જ પ્રકારની સિસ્ટમ હાલમાં રાજકોટમાં આવેલ ખોડલધામ મંત્રી ખાતે પણ કાર્યરત છે.
ભાવિકો નીચે ઉભા રહીને ઓટોમેટિક સિસ્ટમથી ચડાવશે ધજા
સોમનાથ મંદિરમાં અત્યાર સુધી 151 ફૂટ ઉપર ચઢીને ધ્વજા ચડાવવામાં આવી હતી જેમાં 2 જ પરિવાર દ્વારા આ પ્રથા કરવામાં આવે છે. જોકે હવે એવી સિસ્ટમ મંદિરમાં આવી જશે કે ભાવિકો નીચે ઊભા રહીને જ ઓટોમેટિક સિસ્ટમથી ધજાને મંદિર પર ચડાવી શકશે.
નોંધનીય છે કે ગુજરાતમાં આવેલા મંદિરોમાં ધ્વજારોહણનું અનેરું મહત્વ છે. અંબાજી, દ્વારકા અને સોમનાથમાં ધ્વજારોહણ માટે ભાવિક ભક્તો રાહ જોતાં હોય છે ત્યારે હવે સોમનાથમાં ઓટોમેટિક સિસ્ટમ આવી જતાં અનેક ભક્તો રાજી થશે.