naresh patel in politics: naresh patel gives hint after returning from delhi
BIG NEWS /
દિલ્હીથી પરત આવ્યા બાદ નરેશ પટેલનું મોટું નિવેદન: કોંગ્રેસના ધારાસભ્યોએ ડિમાન્ડ મૂકી છે...
Team VTV07:27 PM, 10 May 22
| Updated: 07:29 PM, 10 May 22
ગુજરાતમાં રાજકારણમાં જેની સૌથી વધારે રાહ જોવાઈ રહી છે તેને લઈને નરેશ પટેલે ફરી તારીખ આપી છે.
ગુજરાતના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ
આગામી 10 દિવસમાં મોટી જાહેરાત કરશે નરેશ પટેલ
દિલ્હીથી પરત આવ્યા બાદ આપ્યું મોટું નિવેદન
દિલ્હીથી પરત આવ્યા બાદ મોટું નિવેદન
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલને લઈને ખૂબ રાજકારણ થઈ રહ્યું છે, એકબાજુ રાજનેતાઓ દ્વારા નરેશ પટેલ સાથે મુલાકાત કરવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ નરેશ પટેલ શું રાજકારણમાં આવશે? અને આવશે તો કઈ પાર્ટીમાં જશે તેને લઈને પાટીદાર સમાજમાં ખૂબ ચર્ચા છે ત્યારે આજે આખરે નરેશ પટેલે જાહેરાત કરી નાંખી છે કે હું 10 દિવસમાં રાજકારણમાં જોડાવવાને લઈને જાહેરાત કરીશ.
નરેશ પટેલે ફરી આપી તારીખ
મંગળવારે દિલ્હીથી પરત આવ્યા બાદ નરેશ પટેલે આવ્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં નરેશ પટેલે ફરીવાર તારીખ પે તારીખની જેમ નવી તારીખ આપી છે. નરેશ પટેલે કહ્યું કે હું આગામી 10 દિવસમાં રાજકારણનો નિર્ણય જાહેર કરી દઈશ.
ધારાસભ્યોને મળ્યો, હાઇકમાન્ડને નહીં
નરેશ પટેલે કહ્યું કે હું દિલ્હી ગયો ત્યારે મારી સાથે પ્રતાપ દૂધાત અને ચાર ધારાસભ્ય હતા, ત્યાંથી હું બનારસ ગયો અને ત્યાંથી મુંબઈ જઈને પાછો આવ્યો છું. જોકે તેમણે હાઇકમાન્ડ સાથે મુલાકાત થઈ હોવાની વાતથી ઈનકાર કર્યો હતો, તેમણે કહ્યું કે હું બધી પાર્ટી માટે પોઝિટિવ જ છું, ગુજરાતનો વિકાસ થવો જોઈએ.
કોંગ્રેસના ધારાસભ્યોએ ડિમાન્ડ મૂકી છે
નરેશ પટેલે કહ્યું કે કોંગ્રેસ દ્વારા મારી પાસે પ્રપોઝલ આવેલું છે અને ડિમાન્ડ એમના જ ધારાસભ્યો એ મૂકી છે, મેં કોઈ ડિમાન્ડ નથી મૂકી. મીડિયાએ સવાલ કર્યો કે કઈ ડિમાન્ડ મૂકવામાં આવી છે તો નરેશ પટેલે જવાબ આપ્યો, 'એ બધુ એમને ખબર'. જોકે તેમણે એટલું ચોક્કસ કહ્યું કે આગામી 10 દિવસમાં નિર્ણય આવી જશે.
પ્રતાપ દૂધાતે કહ્યું, જલ્દી નિર્ણય લાવશે, નરેશ ભાઈ કોંગ્રેસમાં આવે છે
નોંધનીય છે કે સોમવારે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે જણાવ્યું હતું કે અમે હાઇકમાન્ડ સાથે વાતો કરી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે અને આગામી એક સપ્તાહની અંદર બધુ જ જાહેર કરી દેવામાં આવશે. નરેશ પટેલ એક સામાજિક કાર્યકર છે એટલે નિર્ણય લેવામાં થોડો સમય લાગી રહ્યો છે.
હાર્દિક પટેલે કહ્યું, જલ્દી નિર્ણય લો
જોકે તે બાદ મંગળવારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પણ કહ્યું હતું કે નરેશ પટેલ જે પણ નિર્ણય લે તે જલ્દી લઈ લેવો જોઈએ, આમ કરવાથી જનતાનો પણ તમારા પર વિશ્વાસ વધશે. મેં પહેલા પણ કહ્યું હતું કે જેટલો મોટો નિર્ણય લેશો તો ગુજરાતની જનતાની ચિંતા વધશે. હું આશા રાખું છું કે હાઇકમાન્ડ જલ્દીમાં જલ્દી પ્રયાસ કરશે. નરેશ ભાઈ આવે અને તેનાથી અમને બધા રાજી છીએ, અને મારુ નિરાકરણ પણ નિશ્ચિતરૂપે આવશે.