વેલેન્ટાઇન સ્પેશિયલ /
ખોડલઘામ "નરેશ"ને થયો હતો પ્રેમ: કોલેજમાં પાછળ-પાછળ ફરતા પણ પ્રપોઝ ન કરી શક્યાં, અંતે પત્નીએ આ રીતે કરી હતી પહેલ
Team VTV11:35 AM, 11 Feb 23
| Updated: 01:58 PM, 20 Feb 23
લેઉવા પટેલના આસ્થાસ્થાન એવા ખોડલધામના પ્રણેતા, પટેલ બ્રાસ વર્કસ જેવી દેશની માતબર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને એક સમયે દેશભરના રાજકારણમાં ઉહાપોહ મચાવી દેનારા નરેશ પટેલે લવમૅરેજ કર્યા હોય એવું વિચારી પણ ન શકાય પણ આ હકીકત છે. જૈન ફૅમિલીના શાલિનીબહેન સાથે તેમણે મૅરેજ કર્યા અને પ્રપોઝ કરવાની પ્રક્રિયા પણ બીજા કોઈએ નહીં, શાલિનીબહેન જ કરવી પડી હતી.
1984માં નરેશ પટેલ અને શાલિનીબહેનના થયા હતા લગ્ન
પત્ની કરતા સવા વર્ષ મોટા છે નરેશ પટેલ
નેશનલ ટીમ વતી બાસ્કેટબોલ પણ રમી આવ્યા છે નરેશભાઈ
નરેશ પટેલ. બસ, નામ હી કાફી હૈ. 2023ની વિધાનસભા ઇલેકશન પહેલાંના ચાર મહિના દરમ્યાન ગુજરાત જ નહીં, દેશભરમાં દેકારો મચાવી દેનારા...
1984માં નરેશ પટેલ અને શાલિનીબહેનના થયા હતા લગ્ન
પત્ની કરતા સવા વર્ષ મોટા છે નરેશ પટેલ
નેશનલ ટીમ વતી બાસ્કેટબોલ પણ રમી આવ્યા છે નરેશભાઈ
નરેશ પટેલ. બસ, નામ હી કાફી હૈ. 2023ની વિધાનસભા ઇલેકશન પહેલાંના ચાર મહિના દરમ્યાન ગુજરાત જ નહીં, દેશભરમાં દેકારો મચાવી દેનારા ગુજરાતના લેઉવા પટેલ સમાજના અગ્રણી અને વિશ્વના શ્રેષ્ઠ એવા ખોડલધામના પ્રણેતા નરેશ પટેલના લવ મૅરેજ એ બહુ ઓછાં લોકો જાણે છે અને એ પણ બહુ ઓછાં લોકો જાણે છે કે આ લવસ્ટોરી કૉલેજમાં શરૂ થઈ હતી. જો તમને એ જાણીને આશ્ચર્ય થયું હોય કે વર્ષે દા’ડે સેંકડો કરોડોનો બિઝનેસ ધરાવતાં અને પટેલ બ્રાસ વર્કસ નામની કંપની શરૂ કરનારા નરેશ પટેલથી તેમના વાઇફ શાલિની નરેશભાઈથી સવા વર્ષ મોટાં છે. હા, શાલિનીબહેન હરિયાણાના જૈન પરિવારના દિકરી છે.
પ્રપોઝ પણ મારે કરવું પડ્યું હતુંઃ શાલિનીબહેન
શાલિનીબહેન કહે છે, ‘બી.કોમ.નું બીજું વર્ષ ચાલતું હતું એ દરમ્યાન તે મારી પાછળ પાછળ ફરતાં. એકવાર તો મેં કહી પણ દીધું હતું કે આ રીતે શું પાછળ આવો છો???!!! એ સમયે તો તેની પાસે જવાબ નહોતો અને એટલે ફાઇનલી પ્રપોઝ પણ મારે જ કરવું પડ્યું હતું.’
વિશ્વાસ છે અપરંપાર
કહે છેને, પહેલી નજરનો પ્રેમ આજીવન સાથે રહે. બસ, એવું જ થયું નરેશ પટેલ અને શાલિની પટેલ સાથે. કોલેજ દરમ્યાન નરેશભાઈને શાલિનીબહેન સાથે પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો. ક્લાસમાં બન્ને છેલ્લી બેન્ચે જ બેસતાં. નરેશભાઈએ દિવસો યાદ કરતાં કહે છે, ‘વાત 1984ની છે, અમે બન્નેએ મૅરેજ કર્યા. લવ-મૅરેજ. એ સમયે પટેલનો દીકરો લવ-મૅરેજ કરે એ બહુ મોટી વાત કહેવાતી. ફૅમિલીને થોડું સમજાવ્યું અને એ પછી અમારા મૅરેજ થયા, પણ માત્ર મૅરેજ થઈ જાય એટલે વાત પૂરી નથી થતી, પણ એ સફળ બનાવવા પરસ્પરનો વિશ્વાસ અને બન્નેનું ફ્રિડમ બહુ મહત્વનું બને છે.’ વાત જ્યારે લવ-મૅરેજની આવે ત્યારે સ્ત્રી પાત્રએ જ વધુ જતું કરવું પડતું હોય છે અને આ લવસ્ટોરીમાં પણ એવું જ થયું હતું.
નો પોલિટિક્સ પ્લીઝ
તમને જાણીને નવાઈ લાગશે કે નરેશ પટેલના પોલિટિક્સ પ્રવેશ માટે આખી દુનિયા રાહ જોતી હતી પણ એ પ્રવેશ તેમણે બીજા કોઈના કારણે નહીં પણ માત્ર અને માત્ર પોતાના પ્રેમ એટલે શાલિનીબહેનના કારણે જ અવૉઇડ કર્યો છે. 1965ની 11મી જુલાઈએ જન્મેલા નરેશભાઈ છ ભાઈ-બહેનોમાં સૌથી નાના છે. શાલિની પટેલ કહે છે, ‘નરેશે મને અને મારી લાઇફને ખૂબ માન અને મહત્વ આપ્યા છે. પર્સનલી તેમની ઈચ્છા રાજકારણમાં એન્ટર થવાની હતી, પણ મારી જીદ હતી કે રાજકારણ તો નહીં જ અને તે એ વાત માન્યા.’
પિતાના આદેશને શિરોમાન્ય રાખ્યો
જૂજ લોકો જાણે છે કે નરેશ પટેલ માત્ર બિઝનેસ કે પોલિટિક્સના જ નહીં પણ સંગીત અને સ્પોર્ટસના શોખીન પણ છે અને નરેશભાઈ નેશનલ ટીમ વતી બાસ્કેટબોલ પણ રમી આવ્યા છે. ઇંગ્લિશ મીડિયમમાં ગ્રેજ્યુએશન કર્યા પછી ત્રણ ડિફેન્સ વિંગ એટલે કે આર્મી, નેવી અને એરફોર્સમાંથી કોઈ પણ વિંગમાં જવાની નરેશભાઈની ઈચ્છા હતી પણ પપ્પાનો ઓર્ડર હતો કે, કારખાનું સંભાળી લો અને નરેશભાઈએ પપ્પાનો આદેશ શિરોમાન્ય રાખ્યો. નરેશ પટેલ કહે છે, ‘લવ મૅરેજ પછી સ્ત્રી પાત્રએ વધુ જતું કરવું પડે અને ઘર, પરિવારથી માંડીને રહેણીકરણી બદલાવી પડે. આજના યુગના પ્રેમમાં ધીરજ નથી, લૅટ-ગો કરવાની તૈયાર નથી. આજના સમયમાં પૈસા માટે પ્રેમ વધ્યો છે. હું તો પહેલીવાર મારૂતિ ફ્રન્ટીમાં પત્નીને ફરવા લઈ ગયો હતો. ફૅમિલીનો થોડો વિરોધ કે આ લગ્ન ટકશે કે નહીં, પણ અમારા આત્મવિશ્વાસે આ મૅરેજ સફળ બનાવ્યા.
શિવભક્તિ સંતાનોમાં પણ
પટેલ બ્રાસ વર્કસના મેનેજિંગ ડિરેક્ટર એવા નરેશ પટેલ મહાદેવ શિવજીના પ્રખર ભક્ત છે અને એ ભક્તિ તેમના સંતાનોના નામોમાં પણ રીતસર ઝળહળે છે. નરેશભાઈ અને શિવાનીબહેનને બે દિકરી અને એક દીકરો છે. દીકરી શિવાંગી અને સોહમ પરણીને સાસરે છે તો દીકરો શિવરાજ પપ્પાએ શરૂ કરેલી કંપનીમાં જ ડિરેક્ટર છે. પ્રખર શિવભક્ત એવા નરેશભાઈના ઘરનું નામ શિવાલય અને ફાર્મહાઉસનું નામ શિવોત્રી છે. બહુ ઓછા લોકોને ખબર છે કે શિવ-માસ એવા શ્રાવણ મહિનામાં નરેશ પટેલ પ્રવાસ કરતાં નથી તો એ વાત પણ બહુ ઓછા લોકો જાણે છે કે નરેશ પટેલે હજારો બાળકોના એડમિશન એક પણ રૂપિયાનો ચાર્જ કે ડોનેશન વિના કરાવ્યું છે. નરેશભાઈ કહે છે, ‘શિક્ષણથી મોટું દાન કોઈ હોય ન શકે અને એ દાન ત્યારે જ થઈ શકે જ્યારે મહાદેવના ચાર હાથ હોય.’નરેશભાઈ પર મહાદેવના ચાર હાથ છે અને એટલે જ જ્યારે તેમણે બિઝનેસ સંભાળ્યો ત્યારે જે એક્સપોર્ટ ઝીરો હતું, એ આજે 65 ટકાથી પણ વધારે છે!