પુરષ્કાર / ‘અભિયાન’ મેગેજીનના પત્રકાર નરેશ મકવાણાને પ્રથમ ‘કાંતિ ભટ્ટ પત્રકાર પારિતોષિક’ એનાયત

Naresh Makwana, the journalist of 'abhiyaan' magazine was awarded the 'Kanti Bhatt Journalist Prize'

જાણીતા પત્રકાર સ્વર્ગસ્થ કાન્તિ ભટ્ટની સ્મૃતિમાં પ્રથમ પત્રકાર પારિતોષિક સમભાવ ગ્રૂપના ‘અભિયાન’ મેગેઝિનના પત્રકાર નરેશ મકવાણાને એનાયત થયો છે. કાન્તિ ભટ્ટનાં પત્ની  અને વરિષ્ઠ પત્રકાર શીલા ભટ્ટ, જન્મભૂમિના તંત્રી કુંદન વ્યાસ, ચિત્રલેખાના તંત્રી ભરત ઘેલાણી, સિનિયર લેખક-પત્રકાર આશુ પટેલ અને રાજ ગોસ્વામીની હાજરીમાં આ એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન થયું હતું. આ એવોર્ડ નરેશ મકવાણાની ‘અભિયાન’માં જાન્યુઆરી-ર૦૧૯માં પ્રકાશિત થયેલી નર્મદાના પાણીચોરોની એક્સક્લુઝિવ કવર સ્ટોરીને આપવામાં આવ્યો છે. સનસનીખેજ એવી આ કવર સ્ટોરીની વિગતો પણ ભારે રોમાંચક છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ