Team VTV09:31 AM, 27 Oct 20
| Updated: 09:49 AM, 27 Oct 20
ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાનું આજરોજ વહેલી સવારે નિધન થયું છે. કોરોના પોઝિટવ આવતા અભિનેતા નરેશ કનોડિયાની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાના નિધન પર ડે.સીએમ નીતિન પટેલે શોક વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે બે દિવસ પહેલા જ મોટા ભાઇ મહેશ કનોડિયાનું પણ નિધન થયું હતું. બંને ભાઇઓએ આખી જીંદગી સાથે રહ્યાં અને સાથે કામ કર્યું. બે દિવસના સમયગાળામાં બંને ભાઇનું અવસાન થયું.
ઉલ્લેખનીય છે કે 25 ઓક્ટોબરનાં રોજ નરેશ કનોડિયાના મોટાભાઇ અને ગુજરાતી ફિલ્મના સંગીતકાર તથા પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કુમારનું લાંબી માંદગી બાદ 83 વર્ષની વયે ગાંધીનગર ખાતે નિધન થયું હતુ.