મુલાકાત /
CAA અને NRCના વિરોધ વચ્ચે મોદી-મમતાની કોલકત્તામાં બંધ બારણે બેઠક, જાણો શું થઇ ચર્ચા
Team VTV05:33 PM, 11 Jan 20
| Updated: 06:06 PM, 11 Jan 20
પીએમ નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની બે દિવસીય યાત્રા પર શનિવારે કોલકાતા પહોંચ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી. મુલાકાત દરમિયાન CM મમતાએ PM નરેન્દ્ર મોદી સાથે નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC)ના મુદ્દે વાત કરી અને કહ્યું કે અમે તેના વિરોધમાં છીએ.
CAAનો વિરોધ કરી રહ્યા છે CM મમતા બેનર્જી
કોલકત્તામાં PM મોદી સાથે આ મુદ્દે ચર્ચા કરી
PM મોદીએ કહ્યું કે, તેઓ આ મુદ્દા પર દિલ્હીમાં વાત કરશે
બંગાળ CAA અને NRCનો વિરોધ કરી રહ્યું છે. એ સુનિશ્ચિત થવું જોઇએ કે, કોઇને પણ દેશથી નીકાળવામાં ન આવે. સરકારે CAA અને NRC પર વિચાર કરવો જોઇએ. જોકે, આ મુદ્દા પર PM મોદીએ મમતા બેનર્જીને જવાબ આપતા કહ્યું કે તેઓ અહીં કોઇ અન્ય કાર્યક્રમમાં સામેલ થવા આવ્યા છે. આ મુદ્દા પર દિલ્હીમાં વાત થશે. તેની સાથે જ પીએમ મોદીએ CM મમતા બેનર્જીને દિલ્હી આવવા પણ કહ્યું છે.
West Bengal CM Mamata Banerjee: While speaking to Prime Minister, I told him that we are against CAA, NPR and NRC. We want that CAA and NRC should be withdrawn. https://t.co/4ALUK2yPh3pic.twitter.com/4sXduEn0lJ
પીએમ મોદી સાથે મુલાકાત બાદ મમતા બેનર્જીએ કહ્યું કે, આ મારુ બંધારણીય કર્તવ્ય છે કે અમે દેશના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિનું સ્વાગત કરીએ. આ શિષ્ટાચાર મુલાકાત હતી. બંગાળના મંત્રી ફિરહાદ હાકિમે પીએમ મોદીની એરપોર્ટ પર આગેવાની કરી. પીએમ મોદી સાથે બેઠકમાં મેં અમારી બે માંગ રજૂ કરી.
મમતા બેનર્જીએ કહ્યું, પહેલી માંગ અમે બાકી 28,000 કરોડ રૂપિયાનો મુદ્દો ઉઠાવ્યો જે 54,000 કરોડ રૂપિયાની મંજૂરી મળ્યા બાદ પણ બાકી રહી ગયા છે. આ ઉપરાંત અલગથી 700 કરોડ રૂપિયા પણ બાકી છે જે ચક્રવાત 'બુલબુલ'નો સામનો કરવા માટે મળવાના હતા. આ રાજ્યના પૈસા છે, આ રાજ્યનો અધિકાર છે જે તેને મળવો જોઇએ. તેઓએ મને આશ્વાસન આપ્યું કે તેઓ વખતે કેટલાક પૂર્વ આયોજિત કાર્યક્રમોની સાથે અહીં આવ્યા છે. જોકે, સંભવ બન્યું તો તેઓ દિલ્હીમાં તેના પર જરૂર વિચારશે.
મમતા બેનર્જીએ આગળ કહ્યું કે, બીજુ, તેઓ અમારા મહેમાન છે, તેથી હું નથી જાણતી કે આ સવાલ ઉઠાવવો મારા માટે યોગ્ય હતો કે નહીં, પરંતુ મેં સ્પષ્ટરૂપે કહ્યું છે કે, અમે બંગાળના લોકો, CAA, NPR અને NRCની નિંદા કરીએ છીએ, વિરોધ કરીએ છીએ. CAA પર ફરી વિચાર કરવામાં આવે અને તેને પાછો લેવામાં આવે.