narendra modi victory tweet 2014 2019 india has won lok sabha election 2019
ચૂંટણી /
PM મોદીએ 2014માં કર્યું હતું આ ટ્વિટ, આ વખતે કોણ બનશે વિજેતા
Team VTV09:58 AM, 23 May 19
| Updated: 09:59 AM, 23 May 19
લોકસભા ચૂંટણી 2019ની મતગણતરી શરૂ થઇ ચૂકી છે. સવારે 9 વાગ્યેથી ચૂંટણી પરીણામ આવવાના શરૂ થઇ ગયા છે.
લોકસભા ચૂંટણી 2019ની મતગણતરી શરૂ થઇ ચૂકી છે. સવારે 9 વાગ્યેથી ચૂંટણી પરીણામ આવવાના શરૂ થઇ ગયા છે, જેમા ભાજપની આગેવાની વાળી એનડીએને 200નો આકંડો મેળવી લીધો છે. અહીં એક્ઝિટ પોલ સાચા સાબિત થતા જોવા મળી રહ્યા છે. એવામાં એકવાર ફરી વડાપ્રધાન મોદી પર સૌની નજર છે.
16 મે 2014માં જ્યારે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બીજેપીએ જીત મેળવી હતી ત્યારે તેમણે 12 વાગ્યે એક ટ્વીટ કર્યું હતું. જેણે ઇતિહાસ બનાવ્યો. ત્યારે નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યું હતું કે, India has won! ભારતનો વિજય, 'અચ્છે દીન' આને વાલે હૈ.
India has won! भारत की विजय। अच्छे दिन आने वाले हैं।
— Chowkidar Narendra Modi (@narendramodi) May 16, 2014
નરેન્દ્ર મોદીનું આ ટ્વીટ ઇતિહાસ બની ગયું હતું. આ ટ્વિટને 1 લાખથી વધારે વાર રિટ્વિટ કરવામાં આવ્યું હતું. જ્યારે લગભઘ 85 હજાર લોકોએ તેને લાઇક કર્યું હતું. હવે જ્યારે 23 મે એ પરિણામ આવી રહ્યા છે ત્યારે સૌની નજર ફરી એકવાર નરેન્દ્ર મોદીના ટ્વિટર પર છે. જે રીતે પરિણામ આવી રહ્યા છે તેનાથી ફરી લાગી રહ્યું છે કે 12 વાગ્યા સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થઇ શકે છે. જો કે આ વખતે વીવીપેટની સ્લીપોના મિલાનને કારણે ફાઇનલ આંકડો આવવામાં મોડું થઇ શકે છે.