બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / narendra modi russia visit after g20 summit will meet president vladimir putin

વિદેશ પ્રવાસ! / G20 સમિટ બાદ PM મોદી જશે રશિયાના પ્રવાસે! રાષ્ટ્રપતિ પુતિન સાથે થશે મુલાકાત

MayurN

Last Updated: 03:20 PM, 14 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં ભાગ લેવા ઈન્ડોનેશિયા જવા રવાના થઈ ગયા છે. સમિટના સમાપનના થોડા દિવસો બાદ પીએમ મોદી રશિયા જવા રવાના થઈ શકે છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં ભાગ લેશે
  • G20 શિખર સંમેલન માટે બાલી જવા પીએમ રવાના 
  • સમાપન પછી જોકો વિડોડો ભારતને G20 નું અધ્યક્ષપદ સોંપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં ભાગ લેવા ઈન્ડોનેશિયા જવા રવાના થઈ ગયા છે. G20 શિખર સંમેલન બાલીમાં 15-16 નવેમ્બરે યોજાશે. આ G-20 સમિટ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે સમિટના સમાપન સમારોહમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો ભારતને G20 નું અધ્યક્ષપદ સોંપશે. ભારત માટે આ એક મહત્વપૂર્ણ ક્ષણ હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે G20 સમિટ સમાપ્ત થયાના થોડા દિવસો બાદ પીએમ મોદી રશિયા જવા રવાના થઈ શકે છે. વડાપ્રધાનના રશિયા પ્રવાસને લઈને બંને દેશોમાં તૈયારીઓ પણ ચાલી રહી છે.

રશિયાના પ્રવાશે જઈ શકે છે મોદી
સૂત્રોનું માનીએ તો પીએમ મોદી રશિયાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળી શકે છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર સમર્થન સામે આવ્યું નથી. સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રશિયાની મુલાકાત લેશે અને ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. અગાઉ, પુતિન-પીએમ મોદીએ છેલ્લે સપ્ટેમ્બરમાં ઉઝબેકિસ્તાનના સમરકંદ શહેરમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટની બાજુમાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

પુતિને પીએમ મોદીના વખાણ કર્યા હતા
આ દ્વિપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી. ઉલ્લેખનીય છે કે, ભારતે હજુ સુધી યુક્રેન વિરુદ્ધ રશિયાની સૈન્ય કાર્યવાહીની નિંદા કરી નથી અને કહ્યું છે કે સંકટનો ઉકેલ વાતચીત દ્વારા થવો જોઈએ. થોડા દિવસો બાદ પુતિને પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે વડાપ્રધાન મોદી દુનિયાના એવા લોકોમાંથી એક છે જે પોતાના દેશ અને લોકોના હિતમાં સ્વતંત્ર વિદેશ નીતિ પર કામ કરી રહ્યા છે, તેમને કોઈ રોકવાનો પ્રયાસ કરી રહ્યું નથી.

બાલી પ્રવાસ પર વડાપ્રધાન, G20 નેતાઓ સાથે વાત કરશે
રશિયા ભારતને સૈન્ય સાધનોનો મહત્વપૂર્ણ સપ્લાયર છે. ઑક્ટોબર 2018માં ભારતે રશિયા સાથે S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના પાંચ યુનિટ ખરીદવા માટે પાંચ અબજ ડૉલરમાં કરાર કર્યો હતો. અમેરિકાના પ્રતિબંધોની ચેતવણી છતાં ભારતે આ કરાર કર્યો હતો. પીએમ મોદી હાલમાં જ ઈન્ડોનેશિયાની રાજધાની બાલીના પ્રવાસ માટે રવાના થયા છે. તેઓ 14-16 નવેમ્બર સુધી બાલીની મુલાકાત લેશે અને G20 સમિટમાં ભાગ લેશે અને G20 દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Bali G 20 SUMMIT India Indonesia PM Narendra Modi Russia vladimir putin PM Narendra Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ