narendra modi govt may extend pm housing scheme in urban areas for 2 more years
ખુશખબર /
PM આવાસ યોજનાને લઈને મોટી રાહત: શહેરના લોકોને મળશે મોટો લાભ, જોઈ લો શું છે નવી અપડેટ
Team VTV02:56 PM, 09 May 22
| Updated: 02:57 PM, 09 May 22
શહેરી વિસ્તારમાં પીએમ આવાસ યોજનાના સમયગાળો સરકાર વધારી શકે છે. યોજનાનો સમયગાળો પહેલા કરતા વધવા જઈ રહ્યો છે.
PM આવાસ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર
શહેરી વિસ્તારમાં આ યોજનાને લંબાવી શકે છે સરકાર
યોજનાનો થશે વિસ્તાર
શહેરી વિસ્તારમાં પીએમ આવાસ યોજનાના સમયગાળો સરકાર વધારી શકે છે. યોજનાનો સમયગાળો પહેલા કરતા વધવા જઈ રહ્યો છે. ત્યારે આવા સમયે સરકારે તેને વધારીને ધર બનાવવાનું સપનુ જોતા લોકોને રાહત આપતા તેને માર્ચ 2024 સુધી લંબાવવા માટે તૈયાર છે.
માર્ચ 2022માં આ યોજનાનો સમયગાળો પુરો થયો
શહેરી વિસ્તારમાં દરેક પરિવારને પાક્કા ઘર આપનારી સરકારી સ્કીમ PMAY યોજનાને જૂન 2015માં શરૂ કરવામાં આવી હતી. સરકારે શરૂઆતમાં તેને માર્ચ 2022 સુધીનો સમય નક્કી કર્યો હતો. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યોની વધારે માગના કારણે તથા ઘરોની મંજૂરી મળવાની સાથે, નિર્માણ કાર્યોને પુરા કરવા માટે સમય વધારે લાગે છે.
અત્યાર સુધીમાં આટલા ઘરો બનાવ્યા
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, કેન્દ્રના આ ફ્લૈગશિપ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ 1.23 કરોડ ઘરોને મંજૂરી આપી છે અને તેમાં લગભગ 98.4 લાખ ઘરોનું નિર્માણ કાર્ય શરૂ પણ થઈ ચુક્યું છે. સરકારી આંકડા અનુસાર, લાભાર્થીઓને લગભગ 58.7 લાખ ઘર સોંપવામાં આવ્યા છે.
સૌથી વધુ યુપીમાં બન્યા ઘર
તમામ રાજ્યોની વાત કરીએ તો, યુપીમાં આ યોજનામાં 17.6 લાખ ઘરોની મંજૂરી સામે 10 લાખ બન્યા હોવાનો સૌથી મોટો આંકડો સામે આવ્યો છે. ગુજરાતમાં 7.3 લાખ ઘર પુરા થઈ ચુક્યા છે અથવા તો વિતરણ થઈ ચુક્યા છે. ત્યાર બાદ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં 5 લાખ ઘરોનું નિર્માણ થઈ ચુક્યું છે. તમિલનાડૂમાં આવા 4.7 લાખ ઘરો બનીને તૈયાર ચુક્યા છે.
ગત વર્ષે ડિસેમ્બરમાં કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજનાને ગ્રામિણ વિસ્તારમાં કાર્યોના સમયગાળામાં વિસ્તારને મંજૂરી આપી હતી. ત્યાર બાદ તેને માર્ચ 2021થી માર્ચ 2024 સુધી વધારી દેવામાં આવ્યો છે.