Friday, August 23, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

રાજનીતિ / આજના દિવસે જ દિલ્હીની ગાદી પર બેઠા હતા મોદી, આવી રહી પાંચ વર્ષની સફર

આજના દિવસે જ દિલ્હીની ગાદી પર બેઠા હતા મોદી, આવી રહી પાંચ વર્ષની સફર

2014માં નરેન્દ્ર મોદીના સત્તાના સિંહાસન પર બેઠા બાદ ઉત્તર થી દક્ષિણ અને પૂર્વથી પશ્વિમ સુધી મોદી સહેરના સહારે ભાજપે કમળ ખીલાવીને સમગ્ર દેશના ભગવા રંગથી રંગી દીધો.

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી પાંચ વર્ષ પહેલા આજના દિવસે જ ભાજપના ઇતિહાસમાં સૌથી મોટી જીતના હીરો બની ગયા હતા. એમના માથા પર જીતની પાઘડી બંધાઇ અને ગુજરાતના સીએમ થી દેશની પીએમ બન્યા. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભાજપ કમળ ઉગાડવામાં સફળ રહી હતી. 

2014માં પહેલી વખત સાંસદ પહોંચેલા નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રીની ખુરશી સંભાળતા જ 'કોંગ્રેસ મુક્ત ભારત' નો નારો આપ્યો હતો. ત્યારબાદ છેલ્લા 5 વર્શોમાં ભાજપે પીએમ મોજીના નેતૃત્વમાં એક બાદ એક ચૂંટણીમાં કોંગ્રેસને ઘણા રાજ્યોમાં હરાવી. ક્યારેક સમગ્ર દેશ પર રાજ કરનારી 132 વર્ષ જૂની કોંગ્રેસની સ્થિતિ આજે એવી છે કે એ સમગ્ર દેશમાં માત્ર 5 રાજ્યોમાં જ છે. આઝાદી બાદ આવું પહેલી વખત છે જ્યારે કોંગ્રેસની આવી ખરાબ સ્થિતિ થઇ છે. 

જણાવી દઇએ કે વર્ષ 2014માં નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ 25 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થઇ જેમાંથી 13 રાજ્યોમાં ભાજપે સરકાર બનાવી છે. છેલ્લા 5 વર્શમાં ભાજપ એનડીએ 8 રાજ્યોથી વધીને 20 રાજ્યોમાં પહોંચી ગઇ છે, તો બીજી બાજુ કોંગ્રેસ 14 થી ઘટીને માત્ર ત્રણ રાજ્યોમાં જ રહી છે. પરંતુ 2018માં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસની વાપસી થઇ અને ભાજપને હાર મળી. 

છેલ્લા પાંચ વર્ષમાં ભાજપે કોંગ્રેસને હરાવી જ પરંતુ સાથે ક્ષેત્રીય દળો પર પણ એ ભારે પડી છે. જ્યારે કાશ્મીરમાં ભાજપ પીડીપીની સાથે મળીને સરકાર બનાવવાં સફળ રહી છે. પરંતુ 2018માં કાશ્મીરમાં આ ગઠબંધન તૂટી ગયું. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને કેન્દ્રમાં પાંચ વર્ષની સફર પૂરી કરી લીધી છે. આ રીતે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ પોતાના રાજકારણ ઇતિહાસમાં સૌથી વધારે સીટો પર આ વખતે ચૂંટણી મેદાનમાં ઊતરી છે. 
 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ