બસ 2 દિવસ વધારે, 12 કરોડ ખેડૂતોના ખાતમાં આવી જશે 2000 રૂપિયા

By : juhiparikh 11:17 AM, 22 February 2019 | Updated : 11:17 AM, 22 February 2019
લોકસભા ચૂંટણી પહેલા દેશના ખેડૂતોને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તૈયારી કરી લીધી છે. PM મોદીએ 24 ફેબ્રુઆરીના ઉત્તર પ્રદેશના ગોરખપુરથી દેશના ખેડૂતોને ખાતામાં 'પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના' પહેલો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે. ગોરખપુરમાં ભાજપના 'રાષ્ટ્રીય કિસાન સમ્મેલન'માં દેશના 12 કરોડ ખેડૂતોના ખાતામાં મોદી 2000 રૂપિયાની પહેલો હપ્તો આપવામાં આવશે.

તમને જણાવી દઇએ કે, ખેડૂતોની નારાજગીતને ધ્યાનમાં રાખીને ભાજપ હાલમાં 3 રાજ્યોમાં પોતાની સરકાર ગુમાવવી પડી. એવામાં ભાજપ 2019ની લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને ધ્યાનમાં રાખીને તમામ પ્રયત્ન કર્યા. આજ કારણે મોદી સરકારે અંતરિમ બજેટના ખેડૂતોને લઇને મોટો નિર્ણય કર્યો છે. ખેડૂતો માટે 'પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના'ની જાહેરાત કરી હતી.

ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આપવા માટે સરકારે NCPને આદેશ જારી કરી દીધો છે. NCPની સિસ્ટમ પર 22 ફેબ્રુઆરીના સંબંધિત ખેડૂતોથી જોડાયેલી જાણકારી આપવામાં આવશે. આ પછી 24 ફેબ્રુઆરીના ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.

મોદી સરકારે 'પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના' હેઠલ દેશના 12 કરોડ ખેડૂતોને તેમની પાક માટે 6000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ખેડૂતોને સરકાર દ્વારા આપનારા 6000 રૂપિયાને 3 હપ્તામાં એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

આ યોજનાની પહેલો હપ્તો પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આપશે. 'પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના' પહેલા હપ્તા રૂપે 12 કરોડ ખેડૂતોને 2000 રૂપિયામાં 25000 કરોડ રૂપિયોનો ખર્ચ થશે. 

આ યોજના માટે સરકારે પ્રતિ વર્ષ 75000 કરોડના અનુદાનની મંજૂરી આપી હતી. આ યોજનાનો લાભ તે ખેડૂતોને મળશે જેમની પાસે 2 હેક્ટર અથવા તો તેનાથી ઓછી જમીન છે. સરકાર અને ભાજપના રણનીતિકારો અનુસાર, ''આ યોજનાનો લાભ 2019ની ચૂંટણીમાં પાર્ટીને મળશે.''Recent Story

Popular Story