Narendra Modi cabinet delhi gujarat amit shah c.r.patil ranjanben bhatt
કેબિનેટ /
ટીમ મોદીમાં ગુજરાતમાંથી આ નેતાઓને મળી શકે છે દિલ્હીની ટિકીટ
Team VTV07:35 PM, 29 May 19
| Updated: 07:41 PM, 29 May 19
મોદી મંત્રી મંડળમાં ગુજરાતમાંથી પાંચ સાંસદને મળી શકે સ્થાન છે તેવા અહેવાલો સૂત્રો દ્વારા પ્રાપ્ત થયાં છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી ગુરૂવારે બીજી એક વખત વડાપ્રધાન પદના શપથ લેવા જઇ રહ્યા છે અને દિલ્હી ખાતે ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાઇ રહ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદીના મંત્રીમંડળમાં ગુજરાતના કેટલાક સાંસદોને પણ સ્થાન મળી શકે છે.
આપને જણાવી દઇએ કે, ભાજપના દિગ્ગજ નેતા અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહને મોદી સરકારના મંત્રીમંડળમાં મહત્વનું સ્થાન મળી શકે છે તેવું નજીકના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 29, 2019
આ સાંસદોના નામ ચર્ચામાં
તો આ સાથે જ મનસુખ માંડવિયાને ફરી કરવામાં રિપીટ કરવામાં આવી શકે છે. તો આ સાથે જ નવસારીના સાંસદ સીઆર પાટીલ, પુરષોતમ રુપાલા-જસવંતસિંહ ભાંભોર બન્નેમાંથી એકને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. તો વળી વડોદરા બેઠકના ઉમેદવાર રંજન બેન ભટ્ટના નામ અંગે પણ ચર્ચા થઇ હોવાનું સૂત્રોનું માનવું છે.
એક તરફ નરેન્દ્ર મોદી ફરીવખત દેશના વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે તો બીજી તરફ તેમના મંત્રીમંડળમાં ક્યાં ચહેરાઓને મળી શકે છે સ્થાન તેને લઇને પણ વિવિધ મતમતાંતરો શરૂ થયાં છે. જો કે, આગામી સમય જણાવશે કે, મોદી મંત્રીમંડળમાં ગુજરાતના કેટલા સાંસદોને મળે છે સ્થાન.
રાષ્ટ્રીય અધ્યક્ષના નામ પર પણ વિચારણા
રાજધાની દિલ્હીમાં ભાજપાની કોર કમિટીમાં મોટો બદલાવ થવાના ક્યાસ લગાવાઇ રહ્યા છે. એમ વેંકૈયા નાયડૂએ 2017માં ઉપરાષ્ટ્રપતિ બનવાને કારણે ટોચના પદથી અલગ થઇ ચુક્યા છે. જ્યારે અરુણ જેટલી સ્વાસ્થ્ય કારણોથી પોતાને અસ્થાઇ રૂપે અલગ કરી લીધા છે.
કોર કમિટિીમાં આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ અને નિતિન ગડકરી સામેલ રહ્યા છે. નાયડૂની કોર કમિટીથી નીકળવાને કારણે ખાલી સ્થાન ભરવામાં આવ્યું નહોતું.
રાજનીતિ સંકેત મળી રહ્યા છે કે સંસદીય બોર્ડના પ્રભારી મહાસચિવ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાને રાજ્યસભાના નેતા અથવા પાર્ટી અધ્યક્ષ બનાવવાની સ્થિતિમાં કોર કમિટીમાં સામેલ કરી શકાય છે. નડ્ડા પાર્ટી કમાન ના વિશ્વાસું છે અને લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ઉત્તર પ્રદેશના પ્રભારી હતા. ઉત્તરપ્રદેશમાં શાનદાર પ્રદર્શન બાદ તેમનું કદ વધી ગયું છે.
કોર કમિટીની કસોટી એ હતી કે 75 વર્ષની ઉંમરના પાર્ટીના તમામ અધ્યક્ષ તેના સભ્ય હશે. જેટલીને રાજ્યસભાના નેતા રૂપે સામેલ કરવામાં આવ્યા હતા. ભાજપમાં કોર કમિટીની અવધારણા અટલ બિહારી બાજપેયી યુગમાં વિકસિત થઇ હતી જે મોદી સરકારમાં ચાલુ રહી.
ભાજપનું સંસદીય બોર્ડ સુષ્મા સ્વરાજ, થાવર ચંદ ગહલોત, શિવરાજ સિંહ ચૌહાણ, જે પી નડ્ડા અને રામ લાલ જેવા સભ્યો સાથે એક મોટુ એકમ છે. ભાજપ માટે પ્રતિભાની અછત એ સૌથી મોટું ચિંતાનું કારણ બની રહ્યું છે. કેમકે લોકસભામાં ચૂંટાઇ આવેલા 303 સભ્યોમાં 100થી વધારે નવા છે. એપ્રિલ 2020માં રાજ્યસભામાં પણ 60 નવા ચહેરા દેખાશે.
આપને જણાવીએ કે ભાજપ અને સરકાર સાથે સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય માટે જ્યારે જરૂર પડે છે ત્યારે કોર કમિટી સંક્ષિપ્ત સૂચના પર બેઠક કરે છે. ત્યારબાદ પાર્ટીનું સંસદીય બોર્ડ આ નિર્ણયો પર અનુમોદન આપે છે.